સુપ્રીમ કોર્ટે પીએમ કેર્સ ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની માગ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કરતા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે પીએમ કેર્સ ફંડમાંથી અત્યાર સુધી કોરોનાની લડતમાં 3100 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે. જેમાંથી 2 હજાર કરોડ રૂપિયાના વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા છે.
50 હજાર વેન્ટિલેટરની ખરીદ કરવામાં આવી છે. જે આઝાદી બાદ સૌથી મોટી ખરીદી છે. પ્રવાસી મજૂરોની મદદ માટે એક હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 100 કરોડ રૂપિયા વેક્સિન રિસર્ચ માટે આપવામાં આવ્યા છે. પીએમ કેર્સ ફંડ પબ્લિક ટ્રસ્ટ છે અને આના હેડ વડાપ્રધાન છે.
પીએમ કેર્સ ફંડમાં લોકોએ સ્વેચ્છાથી દાન કર્યુ. ગત 6 વર્ષ દરમિયાન મોદી સરકાર પર કોઈ પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી. તમામ વસ્તુ પારદર્શિતા સાથે થઈ રહી છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા રવિશંકર પ્રસાદે કહ્યુ રાહુલ ગાંધીએ પહેલા દિવસથી કોરોના વિરૂદ્ધ લડતમાં દેશને કમજોર કરવાનો પ્રયત્ન કર્યો છે.
રવિશંકર પ્રસાદે કહ્યુ કે પીએમે ડૉક્ટર, નર્સ અને કોવિડની લડત લડનાર માટે તાળી અને થાળી વગાડવાની વાત કહી તો રાહુલ ગાંધીએ કહ્યુ કે કેમ વગાડી રહ્યા છો. સમગ્ર દેશે પીએમના કહેવા પર કોરોના વિરૂદ્ધ આશાનો દિવો પ્રગટાવ્યો તો રાહુલે કહ્યુ કે કેમ પ્રગટાવી રહ્યા છો. રાહુલે કોરોનાની લડતને કમજોર કરવામાં કોઈ કસર છોડી નથી.
ઉલ્લેખનીય છે કે આજે સુપ્રીમ કોર્ટે પીએમ કેર્સ વિરૂદ્ધ અરજી ફગાવતા કહ્યુ કે નવેમ્બર 2019માં બનાવવામાં આવેલી એનડીઆરએફ કોરોના સંકટથી ઉકેલ મેળવવા માટે પર્યાપ્ત છે. કોઈ નવા એક્શન પ્લાન અને ન્યુનતમ માનકોને અલગ કરવાની આવશ્યકતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.