પીએમ મોદીએ કહ્યું કે, રણનીતિના મહત્વના 4 ક્ષેત્રોમાં સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને,રાખવામાં આવે ઓછામાં ઓછા સ્તરે

કેન્દ્ર સરકાર બેકાર અને સંપૂર્ણ રીતે ઉપયોગમાં ન આવનારી 100 સંપત્તિઓને બજારમાં વેચીને 2.5 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની કોશિશ પર કામ કરી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર મોદ્રિકરણ અને આધુનિકીકરણ પર ભાર મૂકી રહ્યું છે. આ માટે તેઓએ કહ્યું કે એસેટ મોનેટાઈઝેશન સ્કીમના આધારે બેકાર પડી રહેલી અને અધૂરા ઉપયોમગાં આવી રહેલી 100 જેટલી સરકારી સંપત્તિઓનું મૌદ્રિકરણ કરાશે. તેનાથ સરકારને 2.5 લાખ કરોડ રૂપિયા મળશે. આ રૂપિયાનો ઉપયોગ સામાન્ય લોકો પર કરી શકાશે.

ખાનગી ક્ષેત્ર રોકાણના સાથે વૈશ્વિક સ્તર પર અપનાવાતી ચીજોને સાથે લાવે છે. તેઓએ કહ્યું કે સરકારનું કામ કારોબાર કરવાનું નથી. તેમનું કામ વિકાસ પરિયોજનાઓ પર ધ્યાન અપાવાનું છે.  જ્યારે પણ સરકાર કારોબારમાં હસ્તક્ષેપ કરે છે ત્યારે મોટું નુકસાન થાય છે. નિયમોથી બંધાયેલી સરકાર મુશ્કેલ અને જોખમવાળા નિર્ણયો લઈ શકતી નથી. તેઓએ કહ્યું કે સરકાર 111 લાખ કરોડ રૂપિયાની નવી રાષ્ટ્રિય બુનિયાદી પરિયોજનાઓ પર કામ કરી રહી છે.

સરકારી કંપનીઓની સ્થાપનાનો અલગ સમય હતો અને તે સમયની જરૂરિયાતો પણ અલગ હતી. હવેથી 50-60 વર્ષ સારા પરિણામ આપનારી નીતિઓમાં સમયના અનુસાર સુધારાની આશા છે અને તે દિશામાં  પગલાં લેવામાં આવી રહ્યા છે. તો અમારો હેતુ પબ્લિક મનીનો સારો ઉપયોગ છે. તેઓએ કહ્યું કે મૌદ્રિકરણ અને વિનિવેશની મદદથી એકઠી થનારી રકમનો ઉપયોગ વિકાસ પરિયોજનાઓ પર કરાશે. મૌદ્રિકરણ અને ખાનગીકરણના નિર્ણયોથી ભારતીય નાગરિકોને સશક્ત બનાવવામાં મદદ મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.