PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી PM કિસાન સમ્માન નિધિ અંતર્ગત ખેડૂતોને નાણાકીય સહાયનો આગામી હપતો રિલિઝ કર્યો હતો. આ કાર્યક્રમમાં બોલતા PMએ જણાવ્યું હતું કે, દેશમાં નવ કરોડથી વધારે ખેડૂતો પરિવારોને આજે માત્ર એક બટન પર ક્લિક કરીને રૂપિયા 18000 કરોડ સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં વસતા 70 લાખથી વધારે ખેડૂતોને આ યોજનાનો લાભ ના મળી રહ્યો હોવાનો તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બંગાળના 23 લાખથી વધારે ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ઑનલાઇન અરજી કરી હતી. પરંતુ રાજ્ય સરકારે તેમની ચકાસણીની પ્રક્રિયા બહુ લાંબા સમયથી અટકાવી રાખી છે. તેમણે ઉમેર્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં જે પક્ષો ખેડૂતોના હિતમાં એક શબ્દ પણ ઉચ્ચારતા નથી તેઓ દિલ્હી આવે છે અને ખેડૂતો વિશે વાતો કરી રહ્યાં છે.
તેમણે કહ્યું હતું કે, હવે બ્રાન્ડ ઇન્ડિયાને સમાન પ્રતિષ્ઠા સાથે દુનિયાના કૃષિ બજારોમાં સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે. PMએ સમગ્ર દેશના એ તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો જેમણે કૃષિ સુધારાઓને આવકાર્યા છે અને તેને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમજ તેમણે ખાતરી આપી હતી કે, તેઓ તેમને ક્યારેય ઝુકવા દેશે નહીં.
તેમણે કહ્યું હતું કે, મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારના લોકોએ તાજેતરમાં આસામ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાગ લીધો હતો અને આ પ્રકારે તેમણે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહેલા પક્ષોને નકારી કાઢ્યા હતા.
તેઓ જ્યારે તેમની ઉપજ માટે યોગ્ય ભાવ મળે ત્યારે તેને વેચી શકે છે. તેમણે કહ્યું હતું કે, નવા કાયદાના અમલ પછી પણ ખેડૂતો તેમની ઉપજ MSP ભાવે બજારમાં વેચી શકે છે અથવા બજારમાં વેચી શકે છે અથવા તેની નિકાસ કરી શકે છે અથવા કોઇપણ વેપારીને વેચી શકે છે અથવા કોઇ અન્ય રાજ્યમાં જઇને અથવા તેને FPO દ્વારા વેચી શકે છે અથવા બિસ્કિટ, ચિપ્સ, જામ અથવા અન્ય કન્ઝ્યુમર ઉત્પાદનો જેવી મૂલ્ય શ્રૃંખલાનો હિસ્સો બનીને પણ વેચી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.