PM મોદી દસ દિવસમાં પાંચમી વાર બિહારને કરશે સંબોધિત, કરોડોની આપશે ભેટ

બિહાર વિધાનસભા ચૂંટણીની આચાર સંહિતા લાગુ થયા પહેલા કેન્દ્રની મોદી સરકારે રાજ્ય માટે ખજાનો ખોલી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ રેલી દ્વારા બિહાર માટે એક બાદ એક ભેટ આપીને રાજકીય સમીકરણ સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

પીએમ મોદી સોમવારે બિહારમાં 14 હજાર કરોડ રૂપિયાથી વધારેની કિંમત વાળા નવ રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. સાથે જ બિહારના ગામને ઑપ્ટિકલ ફાઈબર નેટવર્ક સાથે જોડનારી સેવાઓનું પણ ઉદ્ધાટન કરશે. છેલ્લા દસ દિવસોમાં પીએમ મોદી પાંચમી વાર બિહારને સંબોધિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણીના રાજકીય જંગને જીતવા પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. કોરોના સંકટ કાળમાં મોટા પાયે પ્રવાસી મજૂરોએ ઘર વાપસી કરી છે. જેમાં મોટી સંખ્યા બિહારના લોકોની છે. એવામાં મજૂરોની પાસે રોજગારનું સંકટ ઉભુ થઈ ગયુ છે. જેની માટે પીએમ મોદીએ ગરીબ કલ્યાણ રોજગારની શરૂઆત કરી હતી. આ યોજનાનું આહ્વાન પીએમે 20 જૂને બિહારના ખગડિયાથી કરીને વિધાનસભા ચૂંટણીનુ રણશિંગુ ફૂક્યુ હતુ. જે બાદ પીએમ મોદીએ તાજેતરમાં જ સપ્ટેમ્બર મહિનાથી બિહારમાં ભેટ આપવાનુ શરૂ કરી દીધુ છે.

બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજકારણ ગરમાયુ છે. આ દરમિયાન કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સતત બિહારને ખાસ ભેટ આપવામાં કાર્યરત છે. છેલ્લા દસ દિવસોમાં ચાર કાર્યક્રમો દ્વારા વડાપ્રધાન મોદીએ બે અલગ-અલગ સંદેશ આપ્યા.

પહેલા કાર્યક્રમમાં પીએમનું જોર એનડીએમાં અંદરોઅંદર એકતાના પ્રદર્શન પર હતુ. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી નીતીશ કુમારના કાર્યોના ખૂબ વખાણ કર્યા હતા. આ સિવાય પીએમે પોતે યોજનાઓના લાભાર્થીઓને સીધા એટલે કે વન ટુ વન સંવાદ કરીને બિહારની રાજનીતિ સમીકરણ સાધવાની કવાયત હાથ ધરી હતી.

10 સપ્ટેમ્બરે પીએમ મોદીએ ચૂંટણીનું શણશિંગુ ફૂંક્યુ

એનડીએને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય અને કરિશ્માઈ ચહેરા પર ઘણો ભરોસો છે. પીએમ મોદી ચૂંટણીના ઔપચારિક એલાન પહેલા બિહારની રાજકીય જમીન તૈયાર કરી લેવા ઈચ્છે છે. આ જ કારણ છે કે મોદી દર બીજા દિવસે બિહારને વિકાસની ભેટ આપી રહ્યા છે.

પીએમ મોદીએ 10 સપ્ટેમ્બરે 294 કરોડ રૂપિયાથી વધારેના મત્સ્ય પાલન અને પશુપાલન સાથે સંબંધિત કેટલીક યોજનાઓનો શુભારંભ અલગ-અલગ જિલ્લામાં કર્યો હતો. આ દરમિયાન તેમણે કેટલાક લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.