PM મોદીએ AEIOUના આધારે જણાવ્યું ,કોરોનાને હરાવ્યા બાદ કેવી હશે દુનિયા?

  • કોરોના વાયરસને પરાસ્ત કર્યા બાદ દુનિયા કેવી હશે? કામકાજ કરવાની પદ્ધતિ કેવી હશે? લોકોની જીવનશૈલીમાં શું ફેરફાર આવશે? આ તમામ સવાલ આપણા મનમાં સ્વાભાવિકપણે ઉઠે છે. આ સવાલોના જવાબ પીએમ મોદીએ અનોખા અંદાજમાં આપ્યાં છે. તેમણે અંગ્રેજીના વોવેલ શબ્દો એટલે કે ‘AEIOU’ દ્વારા આ વિષયો પર પોતાના વિચાર પ્રોફેશનલ લોકોની સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ LinkedIn પર શેર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ પોતાની જાતને પણ બદલાવ મુજબ ઢાળી રહ્યાં છે. તેમણે કહ્યું કે કોરોના બાદ નવા બિઝનેસ અને વર્ક કલ્ચરAEIOU મુજબ પુર્ન પરિભાષિત થશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે જ્યાં દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે ત્યાં ભારતના ઉર્જાવાન અને નવા વિચારોથી ભરેલા યુવા સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યનો રસ્તો દેખાડી શકે છે. આ અંગે મેં @LinkedIn પર કેટલાક

વિચારો શેર કર્યા છે. જે યુવાઓ અને વ્યવસાયી લોકો માટે ઉપયોગી છે. પીએમ મોદીની આ પોસ્ટનું મથાળું છે  ‘Life in the era of COVID-19.”

પીએમ મોદીએ કહ્યું કે જે રીતે અંગ્રેજીના શબ્દો વોવેલ (Vowel) AEIOUનું ખાસ મહત્વ હોય છે. એ જ રીતે કોરોના બાદના જીવનમાં આ શબ્દો સંલગ્ન અર્થોનું વિશેષ મહત્વ રહેશે…

અનુકૂળતા (A-Adaptability)
સમયની માગણી છે કે એવા બિઝનેસ અને લાઈફસ્ટાઈલ મોડલને અપનાવવામાં આવે જેમની સાથે સરળતાથી તાલમેળ બેસાડી શકાય. આમ કરીને આપણે બિઝનેસને પણ સુરક્ષિત રાખી શકીશું અને જિંદગીઓને પણ સંકટની આ ઘડીમાં બચાવી શકીશું. ડિજિટલ પેમેન્ટ આ કડીમાં ઉત્તમ ઉદાહરણ બની શકે છે. મોટા કે નાના દુકાનદારોએ ડિજિટલ ટુલ્સમાં રોકાણ કરવું જોઈએ. તેનાથી વેપાર કરવામાં કોઈ વિધ્ન નહીં આવે. ભારતમાં પહેલેથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો જોવા મળ્યો છે.

ક્ષમતા (E-Efficiency)
આપણે તેના અર્થ અંગે નવા પ્રકારે વિચારવું પડશે. ક્ષમતાનો આશય ફક્ત એ ન હોઈ શકે કે આપણે ઓફિસમાં કેટલો સમય આપ્યો? આપણે એવા મોડલ પર વિચાર કરવો જોઈએ કે જ્યાં પ્રયાસોની જગ્યાએ ઉત્પાદકતા અને ક્ષમતા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરાય. નિશ્ચિત સમયગાળામાં કામ પૂરું કરવા પર ભાર મૂકવામાં આવે.

સમાવેશિતા (I- Inclusivity)
એવા બિઝનેસ મોડલને વિક્સિત કરવું પડતે કે જેનાથી ગરીબોની દેખભાળની સાથે ધરતીની સુરક્ષાનો ભાવ પણ સમાવિષ્ટ થાય. જળવાયુ પરિવર્તનના મુદ્દે આપણે ઘણી પ્રગતિ કરી છે. ધરતીમાતાએ દેખાડ્યું છે કે જો મનુષ્ય ગતિવિધિઓ ઓછી થાય તો તે વધુને વધુ ખીલે છે આથી એવી ટેક્નોલોજીનું ભવિષ્ય હશે જે ધરતી પર આપણા પ્રભાવને ઓછામાં ઓછો કરે

અસર (O-Opportunity)
દરેક સંકટ પોતાની સાથે અવસર લઈને પણ આવે છે. કોરોના વાયરસ પણ તેનાથી અલગ નથી. આવામાં આપણે નવી તકો/વિકાસના નવા ક્ષેત્રો અંગે આકલન કરવું જોઈએ. આપણા લોકો, આપણી યોગ્યતા અને આપણી ક્ષમતાના આધારે આમ કરી શકાય છે. આવામાં કોરોના બાદ દુનિયામાં ભારત અગ્રણી ભૂમિકામાં જોવા મળી શકે છે.

સાર્વભૌમક્તા (U-Universalism)
કોરોના વાયરસ નસ્લ, ધર્મ, જાતિ, સમુદાય, ભાષા અને સરહદ જોતો નથી. આવામાં આપણો વ્યવહાર મુખ્ય રીતે એક્તા અને ભાઈચારાની ભાવનાથી ભરેલો હોવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.