PM મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જશે કેવડિયા, એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે પહોંચશે કેવડિયા

ઉલ્લેખનીય છે કે, કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની ડિફેન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કોન્ફરન્સમાં હાજરી આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે.

આપને જણાવી દઈએ કે, ડિફેન્સની કોન્ફરન્સમાં ત્રણ દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવનાર છે. આ કોન્ફરન્સમાં રાજનાથ સિંહ અને અજીત ડોભાલ પણ હાજર રહેશે.

PM મોદી સાથે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ પણ ગુજરાત આવી રહ્યા છે. તે પહેલા સુરક્ષાને લઈ તૈયારીઓ કરી દેવાઈ છે. સુરક્ષાને લઈને જિલ્લા કલેકટરે કેવડિયાની મુલાકાત કરી હતી. ગરૂડેશ્વરના સમગ્ર વિસ્તારને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરી દેવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.