પીએમ મોદી, અમિત શાહ સામે થયેલો 10 કરોડ ડોલરનો કેસ અમેરિકાની કોર્ટે ફગાવી દીધો

2019માં ટેક્સાસમાં પીએમ મોદીના સન્માનમાં હાઉ ડી મોદી કાર્યક્રમ યોજાયો હતો.એ પછી પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સામે અમેરિકાની એક કોર્ટમાં ભાગલાવાદી કાશ્મીર ખાલિસ્તાન જૂથ અને બીજા બે વ્યક્તિઓ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો.

આ કેસ માટે થયેલી પિટિશનમાં ભારતીય સંસદે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કરેલા નિર્ણયને પડકાર ફેંકવામાં આવ્યોહ તો અને તેમાં મોદી, શાહ તેમજ લેફ્ટનન્ટ જનરલ કવલજિત સિંહ ઢિલ્લો પાસે વળતર તરીકે 10 કરોડ ડોલરની માંગણી કરવામાં આવી હતી.

ઢિલ્લો હાલમાં દેશની ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર અને ચીફ ડિફેન્સ સ્ટાફ હેઠળના ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના પ્રમુખ છે.

દક્ષિણ ટેક્સાસ ડિસ્ટ્રકટ કોર્ટના ન્યાયાધીશે પોતાના આદેશમાં કહ્યુ છે કે, આ કેસ દાખલ કરનાર કાશ્મીર ખાલિસ્તાન રેફરન્ડમ ફ્રંટ દ્વારા તેને આગળ વધારવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.કેસની સુનાવણીની બંને તારીખ વખતે આ ગ્રૂપનુ કોઈ પ્રતિનિધિ હાજર રહ્યુ નથી અને સાથે જ જજે કેસ ફગાવી દીધો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.