સંસદ પર વર્ષ 2001માં થયેલા આતંકી હુમલાની 19મી વર્ષગાંઠ પર રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય કેટલાક મોટા નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરતા કહ્યુ કે વર્ષ 2001માં આજના જ દિવસે સંસદ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાને દેશ ક્યારેય નહીં ભૂલે. સંસદની રક્ષા કરતા જે શહીદોએ અદમ્ય વીરતાનો પરિચય આપ્યો અને પોતાને કુરબાન કરી દીધા, તેમને દેશ કાયમ યાદ રાખશે. ભારત તે શહીદોનો હંમેશા આભારી રહેશે.
દેશના ગૃહ મંત્રી અમિત શાહે પોતાના ટ્વીટર પર લખ્યુ, 2001માં લોકતંત્રના મંદિર સંસદ ભવન પર થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં દુશ્મનો સાથે લડતા પોતાનું સર્વોચ્છ ન્યોછાવર કરનાર મા ભારતીના વીર સપૂતોને કોટિ-કોટિ નમન કરૂ છુ. કૃતજ્ઞ રાષ્ટ્ર આપના અમર બલિદાનનો સદૈવ ઋણી રહેશે.
લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ 19 વર્ષ પહેલા આજના જ દિવસે સંસદ પર હુમલો કરતા ફાયરીંગ કર્યુ હતુ જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતા. સેનાએ જવાબી કાર્યવાહીમાં આ તમામ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આતંકવાદીઓની ફાયરીંગમાં જીવ ગુમાવનારમાં દિલ્હી પોલીસના પાંચ જવાન, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના એક મહિલા કર્મચારી, સંસદ પરિસરમાં તૈનાત એક વૉચ એન્ડ વોર્ડ કર્મચારી અને એક માળી સામેલ હતા. ફાયરીંગમાં એક ફોટો પત્રકારનું પણ મોત નીપજ્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.