PM મોદીની એક અપીલ અને તાબડતોડ શાહે કર્યો અમલ, ટ્વીટ કરીને કરી મહત્વની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ મહામારીની વચ્ચે જાહેર કરવામાં આવેલા લોકડાઉનથી પેદા થયેલી સ્થિતિને અવસરમાં બદલવાની તક ગણાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, “દુનિયાની વર્તમાન પરિસ્થિતિ ભારત માટે એક અવસર બની શકે છે. આવામાં આપણે આત્મનિર્ભર બનવાનું છે.” પીએમ મોદીએ લોકલ માટે વોકલ બનાવવાનો નારો આપ્યો છે. પીએમની આ પહેલની અસર પણ જોવા મળી રહી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આ દિશામાં એક મોટો નિર્ણય લીધો છે.

ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે કે તમામ કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળોની કેન્ટિન પર હવે ફક્ત સ્વદેશી ઉત્પાદનોનું જ વેચાણ થશે. આ આદેશ દેશભરની તમામ કેન્ટિનો પર 1 જુનથી લાગુ થશે. અનુમાન છે કે આનાથી લગભગ 10 લાખ સીએપીએફ કર્મચારીઓનાં 50 લાખ પરિવારો સ્વદેશી સામાનનો ઉપયોગ કરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે.

અમિત શાહે ટ્વીટમાં લખ્યું છે કે, ‘કાલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશને આત્મનિર્ભર બનાવવા અને લોકલ પ્રોડક્ટ્સ (ભારતમાં બનેલા ઉત્પાદન)નો ઉપયોગ કરવાની એક અપીલ કરી જે નિશ્ચિત રીતથી આવનારા સમયમાં ભારતને વિશ્વનું નેતૃત્વ કરવાનો માર્ગ આપશે. આ દિશામાં આજે ગૃહ મંત્રાલયે એ નિર્ણય લીધો છે કે તમામ કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની કેન્ટિનો પર હવે ફક્ત સ્વદેશી ઉત્પાદનોનું જ વેચાણ થશે.’

આ ઉપરાંત અમિત શાહે દેશની જનતાથી પણ દેશમાં બનેલી પ્રોડક્ટ્સનો વધારે ઉપયોગ કરવાની અપીલ કરી છે. તેમણે લખ્યું કે, ‘હું દેશની જનતાને પણ અપીલ કરું છું કે તમે દેશમાં બનેલી પ્રોડક્ટ્સને વધારેમાં વધારે ઉપયોગમાં લો તેમજ અન્ય લોકોને પણ આ પ્રત્યે પ્રોત્સાહિત કરો. દરેક ભારતીય જો ભારતમાં બનેલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો સંકલ્પ લે તો 5 વર્ષમાં દેશનું લોકતંત્ર આત્મનિર્ભર બની શકે છે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.