PM મોદી આવશે અમદાવાદ,ગાંધી આશ્રમથી દાંડી યાત્રાનું પ્રસ્થાન

આવતા વર્ષે ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ અવસરન ખાસ બનાવવા માટે મોદી સરકાર દ્વારા અત્યારથી ખાસ આયોજન કરવામાં આવ્યા છે, દેશમાં અત્યારે અમૃત મહોત્સવ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધી આશ્રમથી દાંડી માર્ચની શરૂઆત કરવામાં આવશે. દાંડી પૂલથી આ પ્રતીકાત્મક યાત્રા શરૂ કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાથે જોડાવાના છે.

57 એકરમાં આશરે રૂપિયા 1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધીઆશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે. સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવશે અને તેની સાથે આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ અપાશે.

હરિજન આશ્રમ, ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવનનો પણ વિસ્તાર થશે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને તેને કેન્દ્ર સરકારમાં ફાઈનલ મંજૂરી માટે મોકલાયો છે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ માટે ગુજરાતના બિમલ પટેલને જ કામગીરી સોંપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.