પીએ મોદીએ લોકડાઉન વધારવાની કરેલી જાહેરાત બાદ કોંગ્રેસે મોદીના ભાષણને ખોખલુ અને ઉપરછલ્લુ ગણાવ્યુ છે.
કોંગ્રેસે કહ્યુ હતુ કે, પીએમ મોદીના ભાષણમાં નથી કોઈ રાહત પેકેજની વાત અને નથી ઈકોનોમીને ઉગારવા માટે કયા પ્રકારના પગલા ભરાશે તેની વાત. પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે કહ્યુ હતુ કે, ગરીબોને 40 દિવસ પોતાની વ્યવસ્થા કરવા માટે નોધારા મુકી દેવાયા છે.
તેમણે કહ્યુ હતુ કે, પૈસા છે અને ભોજન પણ છે પણ સરકાર આપશે નહી. મારા દેશવાસીઓ તમે રડો.બીજી તરફ કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ પણ કહયુ હતુ કે, લોકો તરફથી સરકારને શું આશા છે તે તો વડાપ્રધાને કહ્યુ પણ સરકાર લોકો માટે શું કરશે તે વાત નથી કરી.
કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યુ હતુ કે, પીએમ મોદીના ભાષણમાં મુખ્ય વાત જ ગાયબ હતી. ઉપદેશ અને પ્રેરણા આપવાની વાતો તો કરી પણ બધુ ખોખલુ છે. ના ગરીબો માટે કે ના મધ્યમ વર્ગ માટે કે ના ઉદ્યોગો માટે કોઈ જાહેરાત નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.