પીએમ મોદીએ માત્ર બિહાર રેજિમેન્ટના કેમ વખાણ કર્યા? શિવસેનાએ કર્યો સવાલ

ગલવાન મોરચે ચીન અને ભારતની સેના વચ્ચે થયેલા ટકરાવ બાદ પીએમ મોદીએ આપેલા ભાષણને લઈને શિવસેનાએ તેમના પર નિશાન સાધ્યુ છે.

પીએમ મોદીએ બિહાર રેજિમેન્ટની બહાદુરીના વખાણ કર્યા હતા.જેના પર શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ છે કે, તો બીજી રેજિમેન્ટના જવાન શું સરહદ પર તમાકુ મસળવા માટે બેઠા છે.

તેમણે કહ્યુ હતુ કે, જો બિહાર રેજિમેન્ટે બહાદુરી બતાવી હોવાનુ પીએમ મોદી કહેતા હોય તો મહાર, મરાઠા, રાજપૂત , શિખ, ગોરખા અ્ને ડોગરા સૈનિકોની રેજિમેન્ટ શું સીમા પર તમાકુ ખાવા માટે થોડી બેઠી છે.બિહારમાં ચૂંટણી થવાની છે અને એટલા માટે બિહાર રેજિમેન્ટના વખાણ થઈ રહ્યા છે.આ પ્રકારનુ રાજકારણ તો કોરોના કરતા પણ ખરાબ છે.

રાઉતે પીએમની ટીકા કરતા કહ્યુ હતુ કે, સેનાની કોઈ પણ રેજિમેન્ટ હોય તેની પોતાની પરંપરા અને વીરતાની કહાનીઓ છે.રેજિમેન્ટ આખા દેશની હોય છે.કોઈ પ્રાંત કે રાજ્યની નહી.રેજિમેન્ટના નામ પરંપરાના આધારે પડ્યા છે.માત્ર એક રેજિમેન્ટનુ નામ લેવુ તે દેશની એકતા માટે યોગ્ય નથી.ગલવાન ખીણમાં લડનારી સેના આખા દેશની સેના હતી.જે સૈનિકો શહીદ થાય છે તે દેશના જવાન હોય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.