PM મોદી અને બિલ ગેટ્સ વચ્ચે થઈ ખાસ વાતચીત, કોરોના વાઈરસ વિરૂદ્ધ એક થવાની કરી અપીલ

કોરોના વાઈરસના કારણે દુનિયામાં મોટા ભાગના દેશોની હાલત ખરાબ થઈ ચૂકી છે. સતત વધતા સંક્રમિતો અને મોતના આંકડા એ સરકારની ચિંતાને વધારી દીધી છે. ભારતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 81 હજારને પાર પહોંચી ગઈ છે. ત્યાં દેશ હવે પાટા પરથી ઉતરી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે કામ કરી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિલ ગેટ્સની વચ્ચે વાતચીત થઈ છે.

બિલ ગેટ્સે વાતચીત અને ભાગીદારી માટે પીએમ મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યુ કે મહામારી સામે લડવા વૈશ્વિક સહયોગની જરૂર છે. ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે કેમ કે સામાજિક અને આર્થિક પ્રભાવને ઓછો કરવા માટે કામ કરે છે અને તમામ માટે વેક્સિન, પરીક્ષણ અને ઉપચારની પહોંચનો માર્ગ વિસ્તૃત છે.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરતા બિલ ગેટ્સ અને પીએમ મોદીએ કોરોના વાઈરસ મહામારીથી ઉકેલ મેળવવાના ઉપાયોને લઈને ચર્ચા કરી, સાથે જ પીએમ મોદીએ મહામારી સામે લડવા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાનો પણ ઉલ્લેખ કર્યો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.