PM મોદીએ CAA પર મમતા બેનર્જીનું સત્ય સામે લાવ્યું, તો ‘દીદી’એ વળતા જવાબમાં કહ્યું કે…

નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઇને પીએમ મોદીએ કહ્યું કે પૂર્વ પીએમ મનમોહન સિંહ અને મમતા બેનર્જી સહિત ઘણા નેતાઓ પહેલા આના પક્ષમાં બોલ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, “પહેલા મનમોહન, મમતા અને સીપીએમનાં પ્રકાશ કરાત જેવા નેતાઓએ પક્ષમાં નિવેદન આપ્યું હતુ.” પીએમ મોદીએ મમતા બેનર્જીને આડેહાથે લેતા કહ્યું હતુ કે, “દીદી, હવે તમને શું થઈ ગયું છે? તમે કેમ બદલાઈ ગયા? હવે તમે કેમ અફવાઓ ફેલાવી રહ્યા છો? ચૂંટણી આવે છે – જાય છે. સત્તા મળે છે – જાય છે, પરંતુ હવે તમે આટલા કેમ ડર્યા છો?

આ દરમિયાન મમતા બેનર્જીએ પણ પીએમ મોદીની ટિપ્પણી પર વળતો પ્રહાર કર્યો છે. મમતાએ કહ્યું કે, “મે જે કહ્યું એ પણ પબ્લિક ફોરમમાં છે અને તમે જે કહ્યું છે તે પણ જનતા સામે છે.” પશ્ચિમ બંગાળનાં સીએમએ નાગરિકતા સંશોધન એક્ટ અને એનઆરસી પર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનાં નિવેદનોમાં અંતરને લઇને પણ નિશાન સાધ્યું છે. મમતાએ કહ્યું કે, “પીએમ નરેન્દ્ર મોદી સાર્વજનિક રીતે ગૃહમંત્રી અમિત શાહનાં નિવેદનોને ફગાવી રહ્યા છે. આખરે કોણ ભારતનાં મૂળ વિચારોને વિભાજિત કરવાનું કામ કરી રહ્યું છે? જનતા એ નક્કી કરશે કે કોણ સાચુ અને કોણ ખોટું.”

આ પહેલા પીએમ મોદીએ રામલીલા મેદાનથી નાગરિકતા સંશોધન કાયદા પર બોલતા કહ્યું કે, “બંગાળની જનતા પર ભરોસો કરો, બંગાળનાં નાગરિકોને પોતાના દુશ્મન કેમ માની લીધા છે? કેટલાક વર્ષ પહેલા આ જ મમતા દીદી સંસદમાં ઉભા થઈને વિનંતી કરી રહ્યા હતા કે બાંગ્લાદેશથી આવનારા ઘુસણખોરોને રોકવામાં આવે, ત્યાંથી આવાના પીડિત શરણાર્થીઓની મદદ કરવામાં આવે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.