ભૂપેન્દ્ર પટેલે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગાંધીગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા
News Detail
ભૂપેન્દ્ર પટેલે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગાંધીગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સતત બીજી મુદત છે. ગવર્નર આચાર્ય દેવવ્રતે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યના 18માં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શપથ લીધા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા અને ટ્વિટ કર્યું, “ભૂપેન્દ્રભાઇ પટેલને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા બદલ ઘણા અભિનંદન. હું પ્રધાન તરીકે શપથ લેનારા બધાને અભિનંદન આપવા માંગું છું. વધુ નવી ઉંચાઈઓ સર કરે.
CM ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રી મંડળ કે જેમાં 16 મંત્રીઓને સમાવવામાં આવ્યા છે. રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ આજે શપથ લીધા છે. ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મંત્રી મંડળ બની ગયું છે. ત્યારે શપથ વિધી બાદ આજે પ્રથમ કેબિનેટ પણ નવા મંત્રીઓ સાથે ગાંધીનગરમાં મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.