નીરજ ચોપરાને તેમના ઐતિહાસિક સિલ્વર મેડલ બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા…

ભારતના નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પોતાનો પહેલો મેડલ જીત્યો છે અને રવિવારે સવારે રમાયેલી ફાઈનલ મેચમાં નીરજે ચોથા પ્રયાસમાં 88.13 મીટર દૂર બરછી ફેંકીને સિલ્વર મેડલ કબજે કર્યો હતો આ ફાઇનલ ઇવેન્ટમાં તેના બે પ્રયાસો ફાઉલ થયા હોવા છતાં, તેણે ભારતના રમતપ્રેમીઓને નિરાશ કર્યા ન હતા અને વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને તેનો પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો હતો.

અગાઉ પણ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બ્રોન્ઝ મેડલ હતું, જે અંજુ બાબી જ્યોર્જે 2003 પેરિસ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં લાંબી કૂદમાં જીત્યું હતું નીરજના શાનદાર પ્રદર્શન બાદ અભિનંદન મળવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઐતિહાસિક મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે તેમજ આ ક્ષણને ભારતીય રમત માટે ખાસ ક્ષણ ગણાવી છે.

ઓલિમ્પિક ચેમ્પિયન અભિનવ બિન્દ્રાએ તેને અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ નીરજને આ ઐતિહાસિક મેડલ માટે અભિનંદન પાઠવ્યા છે.

પૂર્વ ખેલ મંત્રી કિરેન રિજિજુએ પણ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે. તેણે લખ્યું કે વિશ્વ એથ્લેટિક્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ એથ્લેટ અને બીજા ભારતીય એથ્લેટ બનવા બદલ તેમને શુભેચ્છાઓ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.