– ભચાઉ, રાપર અને ગાંધીધામ તાલુકાને વધારાનું પાણી મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે. અહીં તેમણે ધોરડો માંડવીમાં આવેલા વોટર ડિસિલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ઉદ્ધાટન કરેલા વોટર ડિસિલિનેશન પ્લાન્ટની ક્ષમતા દરરોજ 10 કરોડ લીટરની છે. વોટર ડિસિલિનેશન પ્લાન્ટથી નર્મદા ગ્રીડી, સૌની નેટવર્કને પૂર્ણ કરી પોણીની સુવિધા વધશે. જેનો લાભ મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણાને લાભ મળશે. આ ઉપરાંત ભચાઉ, રાપર અને ગાંધીધામ તાલુકાને વધારાનું પાણી મળશે.
પીએમ મોદીના હસ્તે ધોરડોથી કચ્છના વિઘા કોટનજીક હાઈબ્રિડરિન્યુએબલ એનર્જીપાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યુ. સૌથી મોટો પુનઃપ્રાપ્ય ઉર્જા જનરેશન પાર્ક અહી બની રહ્યો છે. 72 હજાર 600 હેક્ટર જમીનમાં પથરાયેલો આ પાર્ક પવન અને સૌર ઊર્જાના સંગ્રહ માટે પ્રતિબદ્ધ હાઇબ્રિડ પાર્ક ઝોન બનશે, તેમજ વિન્ડ પાર્કની પ્રવૃત્તિઓ માટે એક્સક્લૂઝિવ પાર્ક બનશે.જ્યાં30 ગીગાવોટ સુધીની પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન થશે.
PM મોદીનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી, ડે. સીએમ, ગૃહ મંત્રી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. PM મોદી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ભુજ પહોંચ્યા છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામા આવી છે. PM મોદીની મુલાકાત પહેલા એસપીજી સહિત સ્થાનિક પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તો બીજી તરફ જિલ્લા મથક ભુજના વિવિધ પોઈન્ટ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.
સરહદી ગામડાઓ અને મહત્વના માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઈ છે. પોલીસ દ્વારા ઠેર- ઠેર નાકા બંધી કરીને ચાંપતી નજર રખાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.