પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી દ્વારા 5 એપ્રિલની રાત્રે 9 વાગ્યે દીપ પ્રાગટ્યની અપિલને નિષફળ કરવા પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISIએ મોટું ષડયંત્ર રચ્યું હતું. પીએમ મોદીની 9 મીનિટ ઘરની લાઈટ બંધ રાખવા અને દીવો પ્રગટાવાની અપિલ બાદ સોશિયલ મીડિયા પર એક અફવા ફેલાઈ હતી કે તે દરમિયાન ગ્રીડ નિષ્ફળ જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ISIએ સોશિયલ મિડિયા દ્વારા આ અફવા ફેલાવી હતી કે, જો લાઈટ્સ ઓફ કરવામાં આવી તો ગ્રીડ નિષ્ફળ જશે. અફવા ફેલાવાનો પ્રયત્ન નિષફળ થયા બાદ ISIએ દીવા દ્વારા દેશના કેટલાક ભાગમાં આગ લાગવાના ખોટા સમાચાર ફેલાવ્યા હતા.
વિદેશોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે પણ અફવા ફેલાવી હતી કે ભારત જતી ફ્લાઇટ્સ ફરીથી શરૂ થશે. ત્યારબાદ વિદેશમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય દૂતાવાસમાં ઘણા ફોન કરવામાં આવ્યા હતા. આ સ્થિતિને સંભાળવા માટે ઘણો સમય લાગ્યો હતો.
સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, જ્યારે સમગ્ર દુનિયાનું ધ્યાન કોરોના વાયરસ સામે લડવામાં છે તે સમયે ISI ભારતની સામે ષડયંત્ર રચી રહ્યું છે. ત્યારે કોરોના વાયરસના કારણે પાકિસ્તાનની આઇએસઆઇ અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
કશ્મીરમાં હાજર આતંકિઓનને સુરક્ષા દળ પર હુમલા માટે કહેવામાં આવ્યું હતું. કાશ્મીરમાં થોડા દિવસો પહેલા સુરક્ષા દળ 9 આતંકીઓનો સફાયો કરી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.