PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટના મહાકૌભાંડમાં મોટી કાર્યવાહી, તંત્ર શાબાશીને લાયક!

રાજકોટ જીલ્લામાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું સૌથી મોટું કૌંભાડ સામે આવ્યું હતું. આ કૌભાંડમાં ખુલાસો થયો હતો કે, જીલ્લામાં 9 હજાર કરતા વધુ નકલી કાર્ડ કાઢવામાં આવ્યા છે, ત્યારબાદ તંત્રને ધ્યાને આવતા તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી કૌભાંડ આચરનારા 21 જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં ફરી એક વખત પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનાં કૌભાંડનું ભુત ધુણ્યું છે. ગુજરાતમાં એક જ પરિવારનાં નામે 250થી વધુ કાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને આધારે તપાસનાં આદેશ સરકારે આપ્યા હતા. તપાસ દરમિયાન રાજકોટ જીલ્લામાં 9 હજાર કરતા વધુ નકલી આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને રાજકોટ જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટી દ્વારા 21 જેટલા ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કેવી રીતે આચર્યું કૌભાંડ?
રાજકોટ જીલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત કાર્ડ માટે કેન્દ્ર સરકારે યાદી મોકલી હોય તેમને જ આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. પરંતુ સોફ્ટવેરમાં રહેલી ક્ષતિઓને દુર ઉપયોગ કરીને ઓપરેટરો જેમનું લીસ્ટમાં નામ નથી તેવા લોકોને પણ કાર્ડ કાઢી આપ્યા હોવાનુ સામે આવ્યું છે. ઓપરેટરોને એચએચઆઇડી આપવામાં આવ્યું હોય છે. જેમાં લોગઇન કરીને જેના પરીવારનું નામ યાદીમાં છે તેને જ કાર્ડ કાઢવાનાં હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.