અમેરિકા દ્વારા ઈરાકના બગદાદ એરપોર્ટ પર ઈરાનના ટોચના જનરલ કાસિમ સુલેમાનીને મોતને ઘાટ ઉતારવામાં આવતા જ ભારતની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક અને ત્યાર બાદ વધુ એક એરસ્ટ્રાઈકની ચર્ચા દુનિયાભરમાં થવા લાગી છે. આ સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબુત મનોબળ અને ધાર્યુ નિશાન પાર પાડવાની કુશળતા અને નિર્ણય શક્તિના પણ દુનિયા ભારોભાર વખાણ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાથી ઘણા જ પ્રભાવિત છે. ટ્રમ્પ તો દુનિયામાં જાહેર મંચ પરથી અનેક વખત કહી પણ ચુક્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ખાસ મિત્ર છે. મહત્વની વાત એ છે કે ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે એક મોટી સામ્યતા પણ છે અને તે છે દુશ્મનોને કહીને તેમને ખતમ કરવાની કાબેલિયત
18 સપ્ટેમ્બર, 2016માં જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે આવેલા ભારતીય સેનાના કેમ્પ પર આતંકવાદીઓએ હુમલો કરીને 18 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આ હુમલો પાકિસ્તાન પ્રેરિત હતો. હુમલા બાદ જ વડાપ્રધાને એક જાહેર રેલીમાં કહ્યું હતું કે, શહીદોની કુરબાની એળે નહીં જાય. અને ભારતે શહીદ જવાનોને 12 દિવસ પણ નહોતા થયા ને 29મી સપ્ટેમ્બરે ભારતીય સેનાના ખુંખાર કમાંડોએ અડધી રાત્રે સરહદ ઓળંગી હતી. સેનાના કમાંડૉની આ ટુકડી પાકિસ્તાનની સરહદ નજીક આવેલા આતંકી કેમ્પ પર ત્રાટકી હતી અને અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.