PM મોદીએ જોયું સૂર્ય ગ્રહણ, પરંતુ એક વાતનો તેમને રહેશે કાયમ માટે વસવસો

દેશમાં આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ જોવા મળી રહ્યું છે. દેશના કેટલાંય ભાગમાં સામાન્ય લોકો આ અદ્ભુત નજારો જોઇ રહ્યા છે. અન્ય દેશવાસીઓની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સૂર્યગ્રહણને જોયું અને તેની તસવીરો ટ્વીટ કરી. તસવીરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલાંક એક્સપર્ટસની સાથે વાત કરી રહ્યા છે. આ સિવાય તેમની પાસે ગ્રહણ જોવાના સ્પેશ્યલ ચશ્મા પણ છે. જો કે દિલ્હીમાં વાદળના લીધા સૂર્યગ્રહણનો નજારો જોવા મળ્યો નહોતો.

વડાપ્રધાન ટ્વીટ કરીને કહ્યું કે અન્ય ભારતીયોની જેમ હું પણ #Solareclipse2019 જોવા માટે ઉત્સાહિત હતો. જો કે હું સૂરજ જોઇ શકયો નહોતો કારણ કે અહીં સંપૂર્ણપણે વાદળ છવાયેલા છે. પરંતુ મેં લાઇવ સ્ટ્રીમ દ્વારા કોઝિકોડોમાં દેખાયેલા સૂર્ય ગ્રહણનો નજારો જોયો. તેની સાથે જ મેં એક્સપર્ટ્સની સાથે વાતો કરી આ અંગેની માહિતી મેળવી જ્ઞાન વધાર્યું.

આપને જણાવી દઇએ કે ગુરૂવારના રોજ ભારતમાં સવારે આઠ વાગ્યાથી સૂર્યગ્રહણનો નજારો જોવા મળી રહ્યો છે. જો કે ઉત્તર ભારતમાં આંશિક રીતે અને દક્ષિણ ભારતમાં પૂર્ણ રીતે દેખાઇ રહ્યો છે. ભારતમાં સૂર્યગ્રહણ બપોરે એક વાગ્યા સુધી ચાલુ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.