ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ રેલી કરી રહ્યા હતા ત્યારે જ પેલેસ્ટાઈને રોકેટ મારો કર્યો હતો. આ હુમલો દક્ષિણમાં આવેલા એશ્કેલોન શહેર પર કરવામાં આવ્યો હતો. આ રોકેટ હુમલાના કારણે નેતાન્યાહુએ સ્ટેજ છોડીને દોડીને બોમ્બ શેલ્ટરમાં સંતાવવુ પડ્યું હ્તું.
પેલેસ્ટાઈનના કબ્જા વાળા ગાજા પટ્ટા પરથી બુધવારે ઈઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ રેલી કરી રહ્યા હતા. જોકે ગાજાના રોકેટ્સને ઈઝરાયેલે હવામાં જ તોડી પાડ્યા હતા. જો કે, એશ્કેલોનમાં એલર્ટ સાયરન વાગવાના કારણે નેતન્યાહૂને સ્ટેજ પરથી ઉતરીને બોમ્બ શેલ્ટરમાં સંતાવું પડ્યું હતું. આ દરમિયાન તેમના પત્ની સારા નેતન્યાહૂ પણ કાર્યરક્રમમાં હાજર રહ્યા હતા.
જો કે, હાલ કોઈ પણ સંગઠને આ હુમલાઓની જવાબદારી લીધી નથી. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલાની પાછળ હમાસના આતંકીઓનો હાથ હોઈ શકે છે. ગાજાનો એક મોટો વિસ્તાર હમાસના કબ્જામાં છે. ગત મહિને ગાજામાં ઈઝરાયલી સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.
એશ્કેલોન ગાજાથી માત્ર 12 કિલોમીટર દૂર છે. અહીં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એક રેલીને સંબોધી રહ્યાં હતાં. બરાબર આ સમયે જે પેલેસ્ટાઈન તરફથી ભયંકર રોકેટ મારો કરવામાં આવ્યો હતો. જેથી અલર્ટ સાયરન ધણધણી ઉઠ્યાં હતાં. જેથી બેન્જામિન નેતન્યાહૂએ ભાષણ અધવચ્ચે અટકાવીને બોમ્બ શેલ્ટરમાં સંતાવવુ પડ્યું હતું. ઈઝરાયલ ટીવી સ્ટેશને નેતન્યાહૂની રેલીની ફુટેજ પણ જાહેર કરી છે. જેમાં સુરક્ષાબળોને વડાપ્રધાનને સ્ટેજ પરથી ઉતરતા જોઈ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.