રાહુલ ગાંધીના પ્રહારો: PM મોદી ખેડૂતોને મૂડીવાદીઓના ગુલામ બનાવી રહ્યા છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃષિ બિલને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને મૂડીવાદીઓના ગુલામ બનાવી રહ્યા છે. જેને દેશ ક્યારેય સફળ થવા દેશે નહીં.

તેમણે કહ્યુ, મોદી સરકાર કૃષિ-વિરોધી કાળા કાયદાથી ખેડૂતોને APMC ખેડૂત માર્કેટ ખતમ થવા પર ન્યુનતમ સમર્થન મૂલ્ય કેવી રીતે મળશે. આ બિલમાં MSPની ગેરંટી કેમ આપવામાં આવી રહી નથી. રાજ્યસભામાં રવિવારે બે બિલને રજૂ કરવામાં આવ્યા. લોકસભામાંથી આ બિલ પહેલા જ પાસ થઈ ચૂક્યુ છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી, બસપા અને અકાલી દળ સહિત કેટલીક પાર્ટીઓ આ બિલનો વિરોધ કરી રહી છે.

આ બિલને લઈને ભાજપની અધ્યક્ષતાવાળી એનડીએમાં ફૂટ પડી ચૂકી છે. ભાજપની સૌથી જૂના સહયોગી અકાલી દળ અને મોદી કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી રહેલા હરસિમરત કૌર આ બિલના વિરોધમાં રાજીનામુ આપી ચૂક્યા છે. ટીઆરએસના પ્રમુખ અને તેલંગાણાના સીએમ કે સી રાવે પોતાની પાર્ટીના સાંસદોથી આ બિલનો વિરોધ કરવાના અને વિરૂદ્ધમાં મત આપવાનું કહ્યુ છે.

સરકાર બિલને ગણાવી રહી છે ક્રાંતિકારી

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત વેપાર અને વાણિજ્ય બિલ 2020 અને કૃષક કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ 2020 આજે રાજ્યસભામાં રજૂ કર્યુ. તેમણે કહ્યુ કે આ બિલ ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનારૂ છે.

કેજરીવાલ-બ્રાયન પણ વિરોધમાં

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પણ કૃષિ બિલનો વિરોધ કર્યુ છે અને આના વિરૂદ્ધ રાજ્યસભામાં બિન ભાજપ દળથી મત કરવાનું આહ્વાન કર્યુ છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી, આજે સમગ્ર દેશના ખેડૂતોની નજર રાજ્યસભા પર છે. રાજ્યસભામાં ભાજપ લઘુમતીમાં છે. મારી તમામ બિન ભાજપ પાર્ટીઓને અપીલ છે કે તમામ મળીને આ ત્રણેય બિલને હરાવો, આ દેશનો ખેડૂત ઈચ્છે છે.

યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી સુપ્રીમ માયાવતીએ પણ કૃષિ બિલ વિરૂદ્ધ જણાવ્યુ હતુ. માયાવતીએ કહ્યુ હતુ કે લોકસભામાં ખેડૂતો સાથે જોડાયેલા બે બિલ, તેમની તમામ શંકાઓને દૂર કર્યા વિના જ પાસ કરી દેવાયા છે. તેની સાથે બસપા સંમત નથી. સમગ્ર દેશનો ખેડૂત શુ ઈચ્છે છે. આ તરફ કેન્દ્ર સરકાર જરૂર ધ્યાન આપે તો યોગ્ય રહેશે.

તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને રાજ્યસભામાં કૃષિ બિલનો વિરોધ કર્યો. તેમણે કહ્યુ તે એનડીએ સરકાર 2022 સુધી ખેડૂતોની આવકને બેગણી કરવાનું વચન કરે છે પરંતુ હુ જણાવી દઉં કે ખેડૂતોની આવક 2028 સુધી બેગણી થઈ શકતી નથી. આ સરકાર માત્ર વચન આપે છે. બે કરોડ નોકરી ક્યાં છે?

કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંહ બાજવાએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી આ બિલનો વિરોધ કરે છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોનું માનવુ છે કે આ બિલ તેમની આત્મા પર હુમલો છે. આ બિલ પર સંમતિ ખેડૂતોના ડેથ વોરન્ટ પર હસ્તાક્ષર કરવાનું જેવુ છે. ખેડૂત એપીએમસી અને એમએસપીમાં પરિવર્તન વિરૂદ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.