લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલા ભારે તણાવની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં લેહ પ્રવાસથી ચીન તમતમી ઉઠ્યું છે. ચીનનાં વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, કોઈપણ પક્ષે એવું કામ ના કરવું જોઇએ જેનાથી મહોલ વધારે ખરાબ થાય. ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિને કહ્યું કે, માહોલને હળવો કરવા માટે ભારત અને ચીન સંપર્કમાં છે.
ચીનનાં વિદેશ મંત્રાલયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક લેહની યાત્રા પર પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી આજે સવારે 11 હજાર હજાર ફૂટ ઊંચાઈ પર આવેલા નિમૂ બેઝ પર પહોંચ્યા. તેમણે સેના અને આઈટીબીપીનાં જવાનોની સાથે મુલાકાત અને કરી અને તેમનો જુસ્સો વધાર્યો. આ દરમિયાન પીએમ મોદીની સાથે સીડીએસ જનરલ બિપિન રાવત પણ હાજર રહ્યા.
રોજિંદી બ્રિફિંગમાં ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે ભારત અને ચીન સતત સૈન્ય અને ડિપ્લોમેટિક વાતચીત દ્વારા બૉર્ડર પર ચાલી રહેલા તણાવને ઓછો કરવામાં લાગ્યા છે. આવામાં કોઈપણ પાર્ટીએ કંઇપણ એવું ના કરવું જોઇએ જેનાથી બૉર્ડર પર તણાવ પેદા થાય. પીએમ મોદીની આ સરપ્રાઇઝ વિઝિટથી ચીન સહિત આખી દુનિયાને મોટો સંદેશ મળ્યો છે. ડિફેન્સ એક્સપર્ટ્સનું માનીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ લેહ જઇને મોટું પગલું ઉઠાવ્યું છે અને ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે પાછા હટવાના નથી.
આ દરમિયાન પીએમ મોદીએ જવાનોને સંબોધ્યા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, “તમારી વીરતા આગળ દેશ નતમસ્તક છે. 14 કૉરનાં કિસ્સા ચારેય તરફ છે, દુનિયાએ તમારું પરાક્રમ જોયું છે. તમારી સૌર્યગાથાઓ ઘર-ઘરમાં ગુંજી રહી છે. ભારતનાં દુશ્મનોએ તમારી ફાયર પણ જોઇ છે અને ફ્યૂરી છે.” તેમણે કહ્યું કે, “નિર્બળ ક્યારેય શાંતિ ના આપી શકે. માનવતા માટે શાંતિ અને મિત્રતા જરૂરી છે.” તેમણે ચીનને સખ્ત સંદેશ આપતા કહ્યું કે, “વિસ્તારવાદનો યુગ ખત્મ થઈ ગયો છે, આ વિકાસવાદનો યુગ છે.” આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, “આપણે એ લોકો છીએ જે વાંસળીવાળા કૃષ્ણને પણ પુજીએ છીએ અને સુદર્શન ચક્રધારી કૃષ્ણને પણ આદર્શ માનીએ છીએ.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.