CAAના વિરોધને લેઈને દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. લોકો સરકારના આ કાયદાને પાછો ખેંચી લેવાની માગ કરી રહ્યા છે. તેની વચ્ચે ધ ઈકોનોમિસ્ટની વેબસાઈટ પર એક લેખ લખવામાં આવ્યો છે. જેમાં CAA સહિત ઘણાં અન્ય મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકાર પર દેશમાં ભાગલા પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
લેખમાં લખવામાં આવ્યું છે કે, ગયા મહિને ભારતે કાયદામાં ફેરફાર કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ત્રાસિત થઈને આવેલા નાગરિકોને નાગરિકતા આપવાનું એલાન કર્યું, પણ આ કાયદામાં મુસ્લિમોને સામેલ કરવામાં આવ્યા નથી.
આ લેખમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી મોદી લોકોમાં ડર પેદા કરીને સત્તામાં બની રહેવા માગે છે. લેખમાં જમ્મુ કાસ્મીર અને દલિતોનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને સરકારની ટીકા કરવામાં આવી છે.
લેખ અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોશિશ છે કે સહિષ્ણુ, સર્વ-ધર્મ સમભાવને બદલે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવામાં આવે. તેના સિવાય લેખમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને 2002માં થયેલા ગુજરાત દંગાઓ માટે ભાજપા સરકાર પર આરોપ લગાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.