ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સાથે બુધવારના રોજ મોટો અકસ્માત થતા-થતા બચી ગયો. જ્યારે તેઓ એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે માહિતી મળી કે ગાઝા પટ્ટીની તરફથી એક મિસાઇલ છોડવામાં આવી છે જે તેમની આસપાસ જ પડી શકે છે. તરત જ બેન્જામિન નેતન્યાહૂને બંકરમાં લઇ ગયા અને સુરક્ષિત કરી દેવામાં આવ્યા. બેન્જામિન નેતન્યાહુ સ્થાનિક ચૂંટણીઓ માટે અશ્કેલનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા.
ગાઝા પટ્ટીની તરફથી છોડવામાં આવેલી મિસાઇલનું નિશાન અશ્કેલન શહેર હતું. જો કે ફિલિસ્તીની વિસ્તારથી માત્ર 12 કિલોમીટરના અંતર પર છે. જો કે આ મિસાઇલને ઇઝરાયલે પોતાના આયરન ડોમ એર ડોમ એર ડિફેન્સ ઇંટરસેપ્ટરથી તોડી પાડ્યું.
જો કે હજુ સુધી ગાઝાની તરફથી એ વાતની પુષ્ટિ કરાઇ નથી કે આ હુમલો તેમની તરફથી કરાયો હતો. આપને જણાવી દઇએ કે ગાઝા પર હમાસ ઇસ્લામિસ્ટનો કબ્જો છે, જે સતત ઇઝરાયલની વિરૂદ્ધ લડાઇ લડી રહ્યો છે.
જેમ કે બેન્જામિન નેતન્યાહૂ ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચ્યા તો થોડીક જ વાર બાદ ત્યાં સાયરલ વાગવાનું શરૂ થઇ ગયું જો કે મિસાઇલ આવવાનું એલાર્મ હતું. ત્યારબા તરત જ સુરક્ષાબળોએ બેન્જામિન નેતન્યાહૂને ત્યાંથી બહાર કાઢ્યા અને શેલ્ટરમાં લઇ ગયા. જેથી કરીને તેમને કોઇપણ પ્રકારની હાનિ ના પહોંચે. સપ્ટેમ્બર મહિના બાદ આવું બીજી વખત બન્યું જ્યારે બેન્જામિન નેતન્યાહૂને આ રીતે કોઇ જાહેર કાર્યક્રમમાંથી સુરક્ષિત નીકાળવામાં આવ્યા હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.