નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે (મંગળવારે) વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે દિલ્હી હિંસા અને કોરોના વાઈરસ અંગે ચર્ચા થઈ. ગત મહિને વિધાનસભા ચૂંટણીમાં જીત્યા અને સીએમ બન્યા બાદ કેજરીવાલની આ વડાપ્રધાન સાથે પહેલી મુલાકાત હતી. બન્ને નેતા સંસદમાં મળ્યા હતા.
કહ્યું કે દેશની રાજધાની દિલ્હીમાં હવે આવી હિંસા નહીં થવા દઈએ. હિંસા માટે જે પણ લોકો જવાબદાર છે, પછી તે કોઈપણ ધર્મ, પાર્ટી કે પછી તે કોઈ મોટી વ્યક્તિ કેમ ન હોય તેને છોડવામાં નહીં આવે. જે પણ પગલા ભરવાની જરૂર પડશે તે ભરવામાં આવશે.
કેજરીવાલે વધુમાં કહ્યું કે રવીવાર સાંજે જે રીતે દિલ્હીમાં હિંસાને લઈને અફવાઓ ફેલાવવામાં આવી, તે દુ:ખદ છે, પરંતુ દિલ્હી પોલીસ દ્વારા જે તત્પરતા બતાવવામાં આવી તે સરાહનીય છે. હિંસા દરમિયાન પણ સોમવાર અને મંગળવારે પોલીસે આવી તત્પરતા બતાવી હોય તો ઘણા જીવ બચાવી શકાયા હોત. અમે કોરોના વાઈરસ સામે સાથે મળીને કામ કરવાની વાત કરી છે.દિલ્હીમાં ગત સપ્તાહે થયેલી હિંસામાં મૃતકોની સંખ્યા 47 થઈ ગઈ છે. લગભગ 200 લોકો ઘાયલ છે. જેમની દિલ્હીની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.