કૉંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને નાગરિકતા સંશોધન કાયદા-2003 પર જાણકારી આપવાની જરૂર છે કે કેવી રીતે રાષ્ટ્રિય જનસંખ્યા રજિસ્ટર (NPR), NRCનો તે આધાર છે. તિવારીએ એ પણ કહ્યું કે સંશોધિત નાગરિકતા કાયદા પર ઠાકરેને સંવિધાનનાં સ્વરૂપથી ફરીથી પરિચિત થવાની જરૂરિયાત છે જેના પ્રમાણે ધર્મ નાગરિકતાનો આધાર ના હોઈ શકે. ઠાકરેની એક દિવસ પહેલાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પર પૂર્વ કેન્દ્રિય મંત્રી તિવારીનું નિવેદન આવ્યું છે.
તેમણે કહ્યું કે, “એકવાર જ્યારે તમે એનપીઆર કરો છો તો પછી એનઆરસીને નથી રોકી શકતા. સીએએ પર ભારતીય સંવિધાનનાં સ્વરૂપથી વાકેફ થવાની જરૂર છે કે ધર્મ નાગરિકતાનો આધાર નથી થઈ શકતો.” શુક્રવારનાં ઠાકરેએ કહ્યું હતુ કે, “બહારનાં દેશોમાં જ્યાં હિંદુઓ પર ત્રાસ થાય છે તેમને નાગરિકતા આપવામાં કંઇપણ ખોટુ નથી.” તેમણે એ પણ કહ્યું હતુ કે, “એનપીઆર જનગણનાની માફક છે જે દર 10 વર્ષમાં થાય છે અને આ ઘણી સામાન્ય પ્રક્રિયા છે.” ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતુ કે, “સંસદમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે એનઆરસી પર અત્યારે કોઈ વિચાર નથી કરવામાં આવ્યો.”
મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કૉંગ્રેસની ગઠબંધનની સરકાર છે. મોદી સાથે મુલાકાત બાદ ઠાકરેએ કહ્યું હતુ કે CAAને લઇને કોઈએ ડરવાની જરૂરિયાત નથી, કેમકે આ કોઈને દેશની બહાર નીકાળવાનાં સંબંધમાં નથી. કૉંગ્રેસ પ્રવક્તા તિવારીએ કહ્યું, “મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સંશોધિત નાગરિકતા નિયમ-2003 વિશે ફરીથી જાણકારી લેવાની જરૂરિયાત છે જેનાથી તે એ સમજી શકે કે કેવી રીતે એનપીઆર જ એનઆરસીનો પાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.