- મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંક દિવસથી મુખ્યમંત્રી પદને લઇ રાજકીય વિવાદ વકર્યો છે. આ બધાની વચ્ચે શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. હવે એક ચર્ચા એ પણ છે કે મહારાષ્ટ્રમાં એનસીપી અને ભાજપની સરકાર બની શકે છે અને તેની અવેજમાં કેન્દ્રમાં શરદ પવારની પાર્ટીને ત્રણ અગત્યના મંત્રાલય મળી શકે છે. એટલું જ નહીં તેનાથી પણ આગળ એક એવી ચર્ચા છે કે 2022 માટે રાષ્ટ્રપતિ પદની પણ ઓફર કરી શકે છે. બંનેની વચ્ચે મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યાને લઇ વાતચીત થઇ છે. આમ તો પવારે મહારાષ્ટ્રના ખેડૂતોના મુદ્દા પર પીએમ સાથે મુલાકાત કરી છે
- PM મોદીએ કર્યા હતા NCPના વખાણ
રાજ્યમાં ચાલી રહેલ સરકારની રચનાની કવાયદ સાથે જોડીને જોઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે પીએમે દિવસ પહેલાં જ રાજ્યસભામાં એનસીપીના વખાણ કરી બધાને ચોંકાવી દીધા હતા. પીએમ મોદીએ રાજ્યસભામાં એનસીપીના અનુશાસનના વખાણ કર્યા ત્યારથી રાજકીય ગલિયારામાં નવા સમીકરણને લઇ ચર્ચા તેજ થઇ ગઇ. હવે પીએમ મોદી અને પવારની મુલાકાત બાદ એ ચર્ચા પર જોર છે કે મહારાષ્ટ્રમાં નવા સમીકરણ બની શકે છે અને શકય છે કે એનસીપી-ભાજપ મળીને સરકાર બનાવી લે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.