શિક્ષામંત્રી રમેશ પોખરિયાલના જણાવ્યા અનુસાર, પીએમ મોદી 9-12 ધોરણના વિદ્યાર્થીઓ,વાલી અને શિક્ષકો સાથે, પરીક્ષા પે માર્ચમાં ચર્ચા કરશે

શિક્ષામંત્રી રમેશ પોખરિયાલના જણાવ્યા અનુસાર પીએમ મોદી 9-12 ધોરણના વિદ્યાર્થીઓ,વાલી અને શિક્ષકો સાથે માર્ચમાં પરીક્ષા પે ચર્ચા કરશે

આ સમયે પૂછાયેલા સવાલના આધારે તેમની પંસદગી કરાશે. કોરોના મહામારીના કારણે આ વર્ષે પરીક્ષા પે ચર્ચાનું આયોજન ઓનલાઈન કરાશે.

શિક્ષામંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગુરુવારે કહ્યું કે  9-12 ધોરણના વિદ્યાર્થીઓ સાથે આ ચર્ચા તેમની પરીક્ષા શરૂ થતા પહેલાં માર્ચમાં કરાશે. તેઓએ ટ્વિટ કર્યું છે કે વિદ્યાર્થીઓના પરીક્ષાના ટેન્શનને ઘટાવા તેમને પ્રેરણા અને માર્ગદર્શન અપાય, પીએમ મોદીનો સંવાદ માર્ચ 2021માં યોજાશે.

विद्यार्थियों के परीक्षा के तनाव को कम कर उन्हें प्रेरणा एवं मार्गदर्शन प्रदान करने हेतु यशस्वी PM श्री @narendramodi जी का अद्वितीय संवाद कार्यक्रम #ParikshaPeCharcha2021 का चौथा संस्करण मार्च 2021 में आयोजित किया जा रहा है। @mygovindia @EduMinOfIndia@PMOIndia #PPC2021 pic.twitter.com/uu3t2NhxPP

આ સમયે પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે કે લોકોની માંગ પર પરીક્ષા પે ચર્ચામાં આ વખતે વાલી અને શિક્ષકોને પણ સામેલ કરાશે.

વિષય પર કરાશે પ્રતિયોગિતા

પહેલો વિષય – પરીક્ષાને તહેવારની જેમ મનાવો
બીજો વિષય – અતુલ્ય ભારત, યાત્રા અને અન્વેષણ
ત્રીજો વિષય – એક યાત્રા સમાપ્ત થાય છે અને બીજાની શરૂઆત થાય છે
ચોથો વિષય- આકાંક્ષાઓ અને તેને પૂરી કરવી
પાંચમો વિષય – આભારી રહો

1.તમારા શબ્દો તમારા બાળકની દુનિયા બનાવે છે, તેમને પ્રોત્સાહિત કરો જેમકે તમે હંમેશા કર્યું છે.
2. તમારા બાળકોના દોસ્ત બનો, હતાશાથી દૂર રાખો આ વિષય પર બાળકને 100 શબ્દોનો પોસ્ટકાર્ડ લખવાનો રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.