વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ હેક, હેકરની બિટકોઇનની માગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું. હેકરે કોવિડ-19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માંગ કરી. બાદમાં આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હેકરે કોવિડ-19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માંગ કરી હતી પરંતુ બાદમાં તત્કાલ બોગસ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.પ્રધાનમંત્રીની પર્સનલ વેબસાઇટના ટ્વીટર એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલા ટ્વીટ કરવામાં આવ્યા હતા.

ટ્વીટર એકાઉન્ટ પર એક મેસેજ લખવામાં આવ્યો, હું તમને અપીલ કરુ છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો.

અન્ય એક ટ્વીટમાં હેકરે લખ્યું, આ એકાઉન્ટ જોન વિક એ હેક કરી લીધુ છે. અમે પેટીએમ મોલ હેક કર્યું નથી. પરંતુ હવે આ બોગસ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.