71 વષઁના થયા પીએમ મોદી, રાષ્ટ્રપતિ, અમિત શાહ તેમજ દિગ્ગજ નેતાઓ પાઠવી શુભેચ્છા..

આજે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. પીએમ મોદી ૭૧ વષઁના થઈ ગયાં છે.અને આ ખાસ પ્રસંગે ભારતી જનતા પાર્ટી દ્વારા દેશનાં વિવિધ ભાગોમાં ધણાં કાયઁક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભાજપ સેવા સે સમપઁણ અભિયાન ચલાવશે. જે ૧૭ સપ્ટેમ્બરથી ૨૦ દિવસ સુધી ચાલશે. પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ પણ ખાસ છે કારણ કે આ વર્ષે ૭ ઓકટોબરે પીએમ મોદીની રાજકીય યાત્રાના વીસ વર્ષ પણ પૂણઁ થઈ રહયાં છે.

https://www.youtube.com/watch?v=SdohoamPF2k

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ધણાં કાયઁક્રમોનું આયોજન કરવામાં આવશે. લોકોને કોવિડ પ્રોટોકોલ હેઠળ કાયઁક્રમ ઉજવવા અપીલ કરવામાં આવી છે. આ સિવાય, રસીકરણના મોરચે આજે એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.