કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત અને ચીનના જવાનો વચ્ચે થયેલી અથડામણ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુપકિદીને લઈ સવાલો કર્યા છે. રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન મોદીને જોરદાર આડેહાથ લેતા સવાલ કર્યો હતો કે, ‘આખરે ભારત-ચીન હિંસા મામલે વડાપ્રધાન ચુપ કેમ છે?’
ઉલ્લેખનીય છેકે સોમવારે રાતે ગાલવાન ઘાટી ક્ષેત્રમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા અને ચીની સેનાએ તે વાતની પૃષ્ટિ કરી હતી. આ અથડામણમાં ચીનની સેનનાને પણ ભારે નુકસાન થયું છે.
રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘વડાપ્રધાન ચુપ કેમ છે? તે કેમ સંતાઈ રહ્યા છે? હવે બહું થયું. અમે જાણવા માંગીએ છીએ કે શું બન્યું. આપણા સૈનિકોને મારવાની ચીનની હિંમત કેવી રીતે થઈ? આપણી જમીન લેવાની તેની હિંમત કેવી રીતે થઈ?’
એક અહેવાલ પ્રમાણે લદ્દાખની ગાલવાન ઘાટીમાં થયેલી હિંસક
અથડામણમાં ચીનના પક્ષે ઓછામાં ઓછા 43 જવાનો માર્યા ગયા છે અથવા તો ગંભીર રીતે ઘવાયા છે. સરહદ પર ચીની હેલિકોપ્ટર્સનું પરિવહન પણ વધી ગયું છે. ભારત-ચીન સરહદ વિવાદને ઘટાડવા બંને પક્ષે વાતચીત ચાલી રહી છે.
બંને પક્ષ આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે સીડીએસ બિપિન રાવત, ત્રણેય સેનાના પ્રમુખો સાથે પૂર્વીય લદ્દાખની સ્થિતિ અંગે સમીક્ષા કરવા બેઠક યોજી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.