ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર સી રંગરાજને ગુરુવારે કહ્યું કે ભારતને એક વિક્સિત દેશ બનાવવામાં આજે 22 વર્ષ સુધી નિરંતર વિકાસની જરૂરિયાત હશે. આરબીઆઇ પૂર્વ ગવર્નરે કહ્યું કે વર્તમાન વિકાસ દર પર ભારત 2025 સુધી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે તે કોઇ સવાલ જ નથી. તેમણે કહ્યું કે લોકો 5 ટ્રિલિયન ડોલર અર્થવ્યવસ્થા અંગે વાત કરી રહ્યા છે.
આજે ભારતની અર્થવ્યવસ્થા 2.7 ટ્રિલિયન અમેરિકી ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે દેશને 9 ટકાની વાર્ષિક વૃદ્ધિ દર આગળ વધવાની જરૂરત છે. આવું કરવું શક્ય નથી. સી રંગરાજને દેશની વર્તમાન સ્થિતિ પર IBS-ICFAI બિઝનેસ સ્કૂલ દ્વારા આયોજીત 7માં યસ્સ્વામી સ્મૃતિ વ્યાખ્યાનમાં કહ્યું કે તમે પહેલા જ બે વર્ષ ગુમાવી ચૂક્યા છે. આ વર્ષે તેમા છ ટકાનો વધારો થઇ રહ્યો છે અને આગામી વર્ષે પણ લગભગ સાત ટકા હશે તે બાદ અર્થવ્યવસ્થામાં તેજી આવી શકે છે. તેમણે કહ્યું કે રસપ્રદ વાત એ છે કે તમે જો પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સુધી પહોંચી પણ જઇએ તો ભારતમાં પ્રતિ વ્યક્તિ આવક જે વર્તમાનમાં 1800 યુએસ ડોલર છે જે વધી 3600 યુએસ ડોલર પહોંચી જશે. છતા પણ ભારતને નિમ્ન મધ્યમ આવક વાળો દેશ કહેવામાં આવશે.
2002માં પૃદ્મ વિભુષણથી સમ્માનિત અર્થશાસ્ત્રીએ કહ્યું કે ભારત જો તેના એક ઉચ્ચ માધ્યમ આવક વાળ દેશ બનાવવો છે તો પ્રતિ વ્યક્તિ આવક 3800 યુએસ ડોલર કરવી પડશે જેના માટે હાલ થોડાક વર્ષ લાગશે. એક વિક્સિત દેશની પરિભાષા તે છે જેના પ્રત્યે વ્યક્તિ આવક 12000 યુએસ ડોલર છે. ભારતને અહીં સુધી પહોંચવા માટે 22 વર્ષ સુધી પ્રતિ વર્ષ 9 ટકાના દરથી વિકાસ કરવો પડશે. આપણી સામે કાર્ય વધારે પડકાર પૂર્ણ છે. આપણે જલદીથી જલદી હાલની મંદીમાંથી બહાર નીકળવાની જરૂરત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.