વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના સમાન અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ લોકડાઉન બાદ ફરી એકવાર પાટે ચડી ગયું છે. લોકડાઉનના કારણે ઠપ્પ થયેલુ બુલેટ ટ્રેનનું કામ ફરી એકવાર ધમધમતું થઈ જતા હવે આ પ્રોજેક્ટને વેગ મળશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ કરનારી કંપની નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આ પ્રોજેક્ટ સંબંધિત તમામ કામની શરૂઆત કરી છે. NHSRCLએ લોકડાઉનમાં રાહત મળવાની સાથે કંપની દ્વારા શરૂ કરાયેલા કામોમાં જમીન સંપાદન. સહમતિ શિબિરનું આયોજન, યુટિલિટી સ્થાનાંતરણ સામેલ છે.
લોકડાઉન દરમિયાન કંપની દ્વારા તમામ વિભાગો સાથે સમન્વય સ્થાપિત કરવામાં આવ્યો. જેમાં IRTS અને જાપાની ઇન્ટરનેશનલ કંસલ્ટેંટને પણ સામેલ કરવામાં આવ્યા હતા. લોકડાઉનના સમયગાળામાં NHSRCL તરફથી ત્રણ એક્ટિવ ટેંડર્સ માટે પહેલી વખત ઓનલાઇન પ્રી-બિડ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ..
લોકડાઉન દરમિયાન લગાવવામાં આવેલા પ્રતિબંધો ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યા છે તેથી NHSRCL દ્વારા પણ નિયમોના પાલન સાથે પોતાના દૈનિક કામની શરૂઆત કરી દેવામાં આવી છે. કંપની દ્વારા સુરત અને અમદાવાદમાં યુટિલીટ સ્થાનાંતરણનું કામ ફરી શરૂ કરાયું છે. જ્યારે કે સાબરમતી હબ નિર્માણ સ્થળે ચાલી રહેલા કાર્યમાં ગતિ લાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.