પ્રધાનમંત્રી મોદીના કાફલામાં હવે નવી કાર સામેલ કરવામાં આવી છે જેનું નામ છે mercedes maybach s650. અત્યાર સુધી પ્રધાનમંત્રી મોદી રેન્જ રોવર વોગ અને ટોયોટા લેન્ડ ક્રૂઝરમાં બેસીને સફર કરતાં હતા જેની જગ્યાએ આ કાર સામેલ કરવામાં આવી છે. આ નવી કાર પહેલીવાર દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં જોવા મળી હતી જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત યાત્રાએ આવેલ હતા.
આ કારને ખાસ અભેદ્ય બનાવવામાં આવી છે અને તેની કિંમત 12 કરોડ રૂપિયા થાય છે. નોંધનીય છે કે SPG પ્રધાનમંત્રીની સુરક્ષા કરે છે અને તેમના દ્વારા જ કારને લઈને અનુરોધ કરવામાં આવે છે.
કારની મહત્તમ સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની છે અને તે ટ્વીન ટર્બો V12 એન્જિનથી ચાલે છે, આ એન્જિન 516 BHPની પાવર અને 900 NM ટોર્ક આપે છે. આ સિવાય આખી કાર બુલટપ્રૂફ રૂટે તૈયારી કરવામાં આવી છે અને તે ERV રેટિંગ અનુસાર બ્લાસ્ટ પ્રૂફ કાર છે, કારની માત્ર 2 મીટર દૂર 15 KG વિસ્ફોટકથી પણ બ્લાસ્ટ થાય તો પણ અંદર સવાર વ્યક્તિ સલામત રહી શકે છે. મર્સિડીઝમાં કારની સીટ ઉપર મસાજર પણ આપવામાં આવ્યું છે.
ગાડીની બારીઓને પોલીકાર્બોનેટથી કોટ કરવામાં આવી છે જે વધારાની સુરક્ષા આપે છે અને ગેસ હુમલો થયો હોય તેવી સ્થિતિમાં અલગથી એરસપ્લાય મળી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આ કારના ફ્યુલ ટેન્કને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જો ટેન્ક પર ગોળી પણ વાગી જાય તો તે જાતે જ તેને સીલ કરી દેશે. જે સામગ્રીથી ફ્યુલ ટેન્ક તૈયાર કરાયું તેનો ઉપયોગ મોટા ભાગ પ્લેન અને સેનાના હેલિકોપ્ટરોમાં કરવામાં આવે છે. કારના ટાયર પણ અત્યાધુનિક ટેક્નૉલૉજીથી તૈયાર કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ બુલેટપ્રૂફ મહિન્દ્રા સ્કૉર્પિયોમાં સફર કરતાં હતા અને પ્રધાનમંત્રી બન્યાના થોડા દિવસ સુધી BMW નો પણ ઉપયોગ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.