PM મોદીએ ટ્રમ્પને ફોન કરીને શેના માટે ખાસ શુભેચ્છાઓ પાઠવી? જાણવા કરો ક્લિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ દેશવાસીઓની તરફથી પ્રેસિડન્ટ ટ્રમ્પ અને તેમના પરિવારની સાથે અમેરિકાના નાગરિકોને પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી. પીએમઓની તરફથી રજૂ કરાયેલી માહિતી પ્રમાણે પીએમએ બંને દેશોની વચ્ચે વિભિન્ન ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા પર પણ જોર આપ્યું.

મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ નવા વર્ષમાં પ્રેસિડન્ટ ટ્રમ્પ, તેમના પરિવાર અને અમેરિકન નાગરિકોના સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સફળતાની કામના કરી. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધ છેલ્લાં કેટલાંક સમયમાં મજબૂત થયા છે.

બંને દેશોની વચ્ચે સહયોગ વધારવા પર આપ્યું જોર

પીએમ મોદીએ બંને દેશોની વચ્ચે ભાગીદારી અન્ય ક્ષેત્રોમાં વધારવા પર ફણ જોર આપ્યું. પીએમઓના મતે વડાપ્રધાને અમેરિકન રાષ્ટ્રપતિને પાછલા વર્ષોમાં રણનીતિક ભાગીદારીમાં થયેલી પ્રગતિ પર પણ ચર્ચા કરી. ભવિષ્યમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે મળીને બંને દેશોની ભાગીદારીના હિતોને આગળ વધારવા માટે કામ કરવા પર પણ તેમને જોર આપ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.