પીએમ મોદી લાભાર્થીઓનાં ખાતામાં ટ્રાન્સફર કરશે કરોડો રૂપિયા , ચેક કરો તમારું એકાઉન્ટ

પ્રધાનમંત્રી (0PRIME MINISTER) મોદી (MODI) ૧૪ નવેમ્બર ૨૦૨૧ ના રોજ એટલે કે આજે બપોરે વિડિયો કોન્ફરન્સિંગ (VIDEO CONFERENCING) દ્વારા ત્રિપુરાના (TRIPURA) ૧.૪૭ લાખથી વધુ લાભાર્થીઓને (BENEFICIARY) પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PRADHAN MANTRI AWAS YOJANA GRAMEEN) નો પ્રથમ હપ્તો ટ્રાન્સફર (TRANSFER) કરશે.

આ પ્રસંગે લાભાર્થીઓના બેન્ક ખાતામાં ₹.૭૦૦ કરોડથી વધુ રકમ સીધી જમા કરવામાં આવશે. પ્રધાનમંત્રીના હસ્તક્ષેપ બાદ , ત્રિપુરાની અનોખી ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય માટે ‘કચ્ચા’ ધરની વ્યાખ્યા ખાસ કરીને બદલવામાં આવી છે.

જેનાં કારણે ‘કચ્ચા’ મકાનોમાં રહેતાં લાભાર્થીઓને આટલી મોટી સંખ્યામાં ‘પાકા’ ધર બાંધવામાં સહાયતા મળી શકે છે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રી અને ત્રિપુરાના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.

સ્કીમનો પ્રથમ હપ્તો કરશે ટ્રાન્સફર..

તમને જણાવી દઈએ કે કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ હાજર છે. પીએમ મોદી આજે લાભાર્થીઓ નો પ્રથમ હપ્તો તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે.

જાણી લો કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ પ્લેન એરિયા(જેમ કે ઉત્તરપ્રદેશ)માં રહેનાર લાભાર્થીઓને ૧ લાખ ૨૦ હજાર રૂપિયાની ૧૦૦ ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.