PM નરેન્દ્ર મોદીએ આજે જાપાનના PM સુગા યોશીહિડે સાથે ટેલિફોન પર સંવાદ કર્યો હતો. બંને મહાનુભાવોએ છેલ્લા કેટલાક વર્ષોમાં પારસ્પરિક વિશ્વાસ અને સહિયારા મૂલ્યોથી માર્ગદર્શિત ભારત અને જાપાન વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં જોવા મળેલા સકારાત્મક વેગ વિશે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે તાજેતરમાં વિશેષ કૌશલ્યપૂર્ણ કામદારો (SSW) બાબતે સહકાર માટે હસ્તાક્ષર કરવામાં આવેલા સમજૂતી કરારને આવકાર્યો હતો અને તેનો વહેલી તકે અમલ કરવામાં આવશે તેવી આતુરતા દર્શાવી હતી.
PM મોદીએ નોંધ્યું હતું કે, મુંબઇ–અમદાવાદ હાઇસ્પીડ રેલ (MAHSR) પરિયોજના ભારત અને જાપાન વચ્ચેની દ્વિપરીક્ષણ વ્યૂહાત્મક ભાગીદારીનું ઝળહળતું દૃષ્ટાંત છે
આ સંદર્ભે, તેમણે ચતુષ્પક્ષીય મૂલ્યો ધરાવતા પરામર્શના રૂપમાં ઑસ્ટ્રેલિયા અને US જેવા સમાન માનસિકતા ધરાવતા દેશો સાથે તેમના જોડાણ પર વિશેષ ભાર મૂક્યો હતો અને આ ઉપયોગી ચર્ચા અવશ્યપણે ચાલુ રહેવી જોઇએ તેવી સંમતિ દર્શાવી હતી.
બંને નેતાઓએ નોંધ્યું હતું કે, બંને દેશો વચ્ચે 2022માં રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા તેની 70મી વર્ષગાંઠ આવી રહી છે અને સંમતિ દર્શાવી હતી કે, આ કાર્યક્રમને અનુકૂળ રીતે ઉજવવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.