ગૃહમંત્રી અમિત શાહ, જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી બેઠકનો એજન્ડા તૈયાર કરી રહ્યા છે.
શુક્રવારે મોડી સાંજે અચાનક બેઠકની વાત સામે આવી તો ધ્યાન આવ્યું કે ગૃહમંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ નિયમિત રીતે પાર્ટી સુધી પહોંચીને આ દિશામાં કામ કરી રહ્યા છે. શનિવારે પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીના ચાચા સરતાજ મદનીને મુક્ત કરાયા હતા. મુફતી પાર્ટીની યુવા શાખાના પ્રમુખ વહીદ પારાની મુક્તિ માટે પણ ભાર આપી રહ્યા છે. જ્યારે પાર્ટીનું કહેવું છે કે તે બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય વરિષ્ઠ નેતાઓ સાથેની ચર્ચા બાદ કરશે.
કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવાને લઈને પણ ચર્ચા વેગ પકડી રહી છે. આ બાબતે કેટલાક નેતાઓનું કહેવું છે કે રાજ્યનો દરજ્જો આપવાની વાત કરવું ઉતાવળભર્યું રહેશે. બેઠક પહેલા પરિસીમા આયોગ કેન્દ્ર દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશના 20 જિલ્લા આયુક્તને અનેક પ્રકારની જાણકારી માંગી છે. પરિસીમા આયોગન ફેબ્રુઆરી 2020માં બન્યું અને આ વર્ષે માર્ચમાં તેનો વિસ્તાર કરાયો હતો.
ગૃહમંત્રી અમિત શાહ, જમ્મૂ-કશ્મીરના ઉપ રાજ્યપાલ બેઠકનો એજન્ડા તૈયાર કરી રહ્યા છે. બેઠકને પગલે જમ્મૂ-કશ્મીરના રાજકીય પક્ષોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આ સાથે જ શનિવારે કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ જમ્મૂ-કશ્મીરના નેતાઓને આમંત્રણ આપ્યું છે. મળતી માહિતિ અનુસાર તેઓ આ માટે સર્વોચ્ચ નિર્ણય લેનારા વિભાગ સાથે વાતચીત કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.