આઈટી સેક્ટરના વખાણ કરતા, પીએમ મોદીએ કહ્યું કે, જે સમાધાન તમે સૂચવ્યા છે, તેને અમે સરકારનો ભાગ બનાવ્યો છે

આઈટી ઉદ્યોગ સંસ્થા નેસકોમની એનટીએલએફ વાર્ષિક સમ્મેલનું ઉદ્ધાટન કરતાં પીએમએ કહ્યું કે જેટલું ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારે થઈ રહ્યું છે તેટલો કાળા નાંણાનો સ્ત્રોત ઓછો થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાસ્કોમ ટેક્નોલોજી એન્ડ લીડરશીપ ફોરમ(એનટીએલએફ)ને સંબોધિત કરતા આઈટી સેક્ટરની ઉપયોગીતા ગણાવી. તેમણે કહ્યું કે કેવી રીતે ડિજિટલ ટેક્નોલીજીએ સરકાર અને સામાન્ય વ્યક્તિની વચ્ચેના અંતરને ઓછું કરી દીધું છે.

આઈટી સેક્ટરના વખાણ કરતા પીએમ મોદી કહ્યું કે જે સમાધાન તમે સૂચવ્યા છે તેને અમે સરકારનો ભાગ બનાવ્યો છે અન ડિજિટલ ટેક્નોલોજીએ સામાન્ય વ્યક્તિને સરકાર સાથે જોડ્યા છે. સેંકડો સરકારી સર્વિસની ડિલીવરી ઓનલાઈન કરવામાં આવી રહી છે.

નેસ્કૉમ લીડરશીપ ફોરમમાં PM મોદી બોલ્યાં, ડિજિટલ પેમેન્ટથી કાળા ધનના સ્ત્રોત ઓછાં થઈ રહ્યાં છે, ભ્રષ્ટાચાર ઓછો થઈ રહ્યો છે. અમે ટેક ઈન્ડસ્ટ્રીને જૂના બંધનોથી બહાર લાવી રહ્યાં છે.

જેથી તે સમયસર પુરી કરી શકાય. ત્યાં સુધી કે મૈપિંગ ડ્રોનથી  કરવામાં આવી રહ્યું છે. ટૈક્સ સાથે જોડાયેલા મામલામાં પણ હ્યૂમન ઈન્ટરફેસને ઓછો કરી શકાય છે.

બંધોનોમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે

પીએમએ કહ્યું કે અમારી સરકારએ બરાબર જાણે છે કે બંધનોમાં ભવિષ્યની લીડરશિપ વિકસિત ન થઈ શકે.

પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં આઈટી સેક્ટરે 4 બિલિયન ડોલર જોડ્યા છે. જે પ્રશંસનીય છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.