PM મોદીએ કહ્યું કે, માર્કેટ યાર્ડ ખેડૂતોના ફાયદાનું બજાર બને, તેના માટે વધુ એક હજાર માર્કેટ યાર્ડને, e-namથી જોડવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ચૌરી ચૌરા શતાબ્દી સમારોહ માં સંબોધન કરતાં કહ્યું કે, ચૌરી ચૌરામાં જે થયું હતું તે એક પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દેવાની ઘટના નહોતો, તેનો સંદેશ ખૂબ વિશાળ અને વ્યાપક હતો.

ખેડૂત આત્મનિર્ભર બને, તેના માટે છેલ્લા 6 વર્ષમાં અનેક પ્રોગ્રામ કરવામાં આવ્યા છે. કોરોનાના સમયમાં આપણો દેશ મજબૂતીથી આગળ વધ્યો અને ખેડૂતોએ રેકોર્ડ ઉપજ કરી. આત્મનિર્ભર અન્નદાતાએ ભારતીય લોકતંત્રનો પ્રાણ છે.

PM મોદીએ વધુમાં કહ્યું કે, માર્કેટ યાર્ડ ખેડૂતોના ફાયદાનું બજાર બને તેના માટે વધુ એક હજાર માર્કેટ યાર્ડને e-namથી જોડવામાં આવશે. આ તમામ નિર્ણય આપણા ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આપણા દેશમાં બજેટનો અર્થ થતો હતો, માત્ર નામ પર ઘોષણા કરી દેવામાં આવે. બજેટને વોટ બેન્કનો મેનિફેસ્ટો બનાવી દીધો હતો. અગાઉની સરકારોએ બજેટને ઘોષણા પત્ર બનાવી દીધું હતું જે પૂરું નહોતું થતું. પરંતુ હવે દેશે વિચાર અને અપ્રોચ બદલી દીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખાસ પ્રસંગે એક વિશેષ ટપાલ ટિકિટ પણ બહાર પાડી. આ સમારોહ આખું વર્ષ ચાલશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.