પી. એમ.મોદીએ,કોરોનાને અટકાવવા માટે ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, યોગ્ય કોવિડ વ્યવહાર અને રસીકરણની રણનીતિ પર, મૂક્યો હતો ભાર

કોરોનાના વધતા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થિતિની સમિક્ષા કરી હતી અને કોરોનાને અટકાવવા માટે ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, યોગ્ય કોવિડ વ્યવહાર અને રસીકરણની રણનીતિ પર ભાર મૂક્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રવિવારે એક દિવસમાં કોરોનાના વિક્રમી એક લાખ નોંધાયા હતા, જેમાં એકલા મહારાષ્ટ્રમાં ૫૭ હજારથી વધુ કેસ નોંધાયા છે.

વધુમાં રવિવારે કોરોનાથી વધુ ૫૧૩નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કુલ મૃત્યુઆંક ૧,૬૪,૬૨૩ થયો છે. દેશમાં સતત ૨૫મા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે. પરિણામે એક્ટિવ કેસ વધીને ૬,૯૧,૫૯૭ થયા છે, જે કુલ કેસમાં ૫.૫૪ ટકા જેટલા છે

છેલ્લા પ૦ દિવસમાં કોરોનાના કેસમાં ૧૦ ગણો ઊછાળો આવ્યો છે. ૫૦ દિવસ પહેલાં એક દિવસમાં કોરોનાના ૯,૦૦૦ કેસ નોંધાયા હતા, જે આજે વધીને એક લાખે પહોંચી ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થિતિની સમિક્ષા કરી હતી. કોરોના સંક્રમણ રોકવા માટે તેમણે પાંચ સૂત્રની રણનીતિ એટલે કે ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, યોગ્ય કોરોના વ્યવહાર અને રસીકરણની જરૃરિયાત પર ભાર મૂક્યો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.