આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પીએમ મોદીએ નારી શક્તિને સલામી આપી હતી. તેમણે કહ્યું કે મહિલાઓ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
મોદીએ તેમણે ખરીદેલી વસ્તુઓની લિંક્સને પણ શેર કરી. તેમણે આ વસ્તુઓનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો.
પીએમ મોદીએ કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ,નાગાલેન્ડ સહિતના ઘણા રાજ્યોની મહિલાઓ પાસેથી કંઈને કંઈ ખરીદી કરી.
મોદીએ તમિલનાડુની ટોડા જનજાતિના કલાકારો દ્વારા બનાવાયેલી શાલનો ઓર્ડર આપ્યો હતો. આ શાલ પર હાથથી વણાટકામ કરાયું છે.
પીએમ મોદીએ બીજું શું-શું ખરીદ્યું
નાગાલેન્ડની પરંપરાગત શાલ
બિહારના મધુબનીનું પેંટેડ સ્ટોલ
આઉટ ઓફ સ્ટોક થયેલું જુટનું ફોલ્ડર
આસામના સેલ્ફ હેલ્પ ગ્રુપ પાસેથી ખરીદ્યું ગમોસા
કેરળની મહિલાઓ પાસેથી ખરીદ્યું નિલવિલક્કુ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.