પીએમ મોદીને,સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડ મળ્યો

સેરાવીકની સ્થાપના ઈ.સ. 1983માં થઈ હતી અને પુરસ્કારનો ક્રમ 2016માં શરૂ કરાયો હતો. પીએમ મોદી ગઈકાલે એક વધુ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ થયા.

સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડના સન્માનથી નવાજાયા પીએમ મોદી

પીએમ મોદીને  સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડ મળ્યો છે. એવોર્ડ મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે હું પુરસ્કારને મારા દેશના લોકોને અર્પણ કરું છું. તમે કોઈ પમ ભાષામાં ભારતીય સાહિત્ય વાંચો તમને ખ્યાલ આવશે કે લોકોનો પ્રકૃતિ સાથે ખાસ સંબંધ રહ્યો છે.

પીએમ મોદી એક વધુ આંતરરાષ્ટ્રિય કાર્યક્રમમાં સામેલ થયા. આ પણ વર્ચ્યુઅલ કાર્યક્રમ હતો. પીએમ મોદીએ સ્વીડનના પીએમ સ્ટીફાન લોફવેની સાથે શિખર વાર્તા કરી. લગભગ 5 વર્ષમાં બંને દેશો વચ્ચેની આ 5મી વાર્તા છે.

બંને નેતાઓએ ગયા વર્ષે એપ્રિલમાં કોરોનાની સ્થિતિને લઈને ફોન પર વાત કરી હતી. આ વાર્તામાં કોરોના બાદની દુનિયા, ડિફેન્સ, એનર્જી, પર્યાવરણ અને અન્ય અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. બંને દેશો વચ્ચેના આર્થિક સહયોગ વધારવા પર પણ વિચાર વિમર્શ થઈ શકે છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.