વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવા રૂપમાં મોરચો ખોલ્યો અને ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે ત્યારે મમતા બેનર્જી પણ પીએમ મોદી પર હુમલા કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે પીએમ મોદી જુઠ્ઠાણાંનો સહારો લઈ રહ્યા છે.
બેનર્જીએ કહ્યું કે લોકો વારંવાર જૂઠને સ્વીકાર નહીં કરે. અમે માંગ કરીએ છે કે તમે દેશના નાગરિકોને સસ્તા દરે LPG સિલિન્ડર આપો.
મમતા બેનર્જીએ કહ્યું કે તે બાંગ્લામાં ભાષણ આપે છે પણ સ્ક્રિપ્ટ તો ગુજરાતીમાં લખેલી હોય છે અને તેમની સામે પારદર્શક કાચ મૂકવામાં આવે છે અને તે તેમાંથી વાંચી વાંચીને ભાષણ આપે છે. તે દેખાડો કરે છે કે તેમને બાંગ્લા આવડે છે.
તમારી પાર્ટીએ ખોટી રીતે કહ્યું કે રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ શાંતિનિકેતનમાં થયો છે. તેમણે કહ્યું કે બંગાળના દરેક સમાજના લોકો ભાષાના બંધનને તોડીને શાંતિ રહે છે જે રાજ્યમાં ભગવા પાર્ટી સત્તામાં આવશે તે તણાવમાં રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.