જનરલ બિપિન રાવત આજે દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)નો ચાર્જ લેવાના છે. જનરલ રાવતને હવે આર્મી, વાયુસેના અને નૌસેનાની સાથો સાથ રક્ષા મંત્રાલય અને પીએમના નેતૃત્વવાળા ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીના સલહાકાર તરીકે ભૂમિકા નિભાવવી પડશે. જનરલ રાવત આજે જ આર્મી ચીફના પદ પરથી રિટાયર થઇ રહ્યા છે. તેમની જગ્યાએ મનોજ મુકુંદ નરવણે નવા આર્મી ચીફનો પદ સંભાળશે.
કારગિલ યુદ્ધ બાદ ઉઠી હતી માંગણી
કારગિલ યુદ્ધ બાદથી જ ત્રણ સેનાઓની વચ્ચે તાલમેલ બેસાડવા માટે આ પદની રચનાની માંગણી ઉઠી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે 15મી ઑગસ્ટના લાલકિલ્લા પરથી તેની રચનાની જાહેરાત પણ કરી હતી. અંદાજે ચાર મહિનાની લાંબી પ્રક્રિયા બાદ જનરલ રાવત CDS બનાવાનો નિર્ણય કરાયો.
CDSની પાસે કેટલી તાકત?
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કેબિનેટ દ્વારા 24મી ડિસેમ્બરના રોજ સ્વીકૃત કરાયેલ CDSનો ચાર્ટર ખૂબ વ્યાપક છે. જો તેને સંપૂર્ણપણે લાગૂ કરાયો તો આ ત્રણેય સેનાઓની વચ્ચે શ્રેષ્ઠ સમન્વયને અંજામ આપી શકે છે કારણ કે કેટલીય વખત સૈન્ય બજેટમાં હિસ્સેદારી માટે ત્રણેય સેનાઓની વચ્ચે ખેંચતાણ પણ ચાલે છે. આ સિવાય CDS હથિયાર ખરીદવા માટે ઇંટર સર્વિસની પ્રાથમિકતાઓના આધાર પર કોઇ નિર્ણય કરી શકે છે. CDS આ સિવાય સરકારને સિંગલ પોઇન્ટ મિલિટરી એડવાઇસ પણ આપી શકે છે. આ સિવાય તેઓ પીએમના નેતૃત્વવાળા ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીના સલાહકારની પણ ભૂમિકા નિભાવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.