PM મોદીનો બિપોરજોય વાવાઝોડા પર મીટિંગ, અધિકારીઓને તાબડતોબ આપ્યો કામનો આદેશ.

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરા પર હવામાન વિભાગથી લઇને સરકારી તંત્ર કામગીરીમાં છે. પળેપળની ખબર પર ઉચ્ચ અધિકારીઓ પણ નજર રાખી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ બિપોરજોય વાવાઝોડાને લઇને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને તૈયારીઓ પર ચર્ચા કરી હતી. અંદાજે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તથા અન્ય બીજા અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.

બિપરજોય વાવાઝોડાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠકમાં કહ્યું કે જો વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયું તો થનાર નુકશાન માટે તૈયાર રહેવું, સાથે જ ઇમરજન્સી મદદ માટે જરૂરી સેવાઓ જેવી કે પાણી, ફૂડની વ્યવસ્થા પણ રાખવી. આ સમીક્ષા બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું કે વાવાઝોડું 15 જૂનના બપોરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં માંડવી અને કરાચી વચ્ચે જખોના દરિયાકાંઠે ટકરાશે. આ સમયે પવનની ગતિ 125-10 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. તો પવનની ગતિ વધીને 145 કિમી પ્રતિકલાકની ઝડપે પણ થાય તેવી શક્યતા રહેલ છે.

IMDના મહાપાત્રએ કહ્યું કે ચક્રવાત બિપરજોય ધીમે ધીમે 5 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશામાં આગળ આવી રહ્યું છે અને 14 જુન બાદ તેની દિશા બદલાશે. 15 જુન બપોર સુધીમાં 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપથી એક ખુબ જ ખતરનાક ચક્રવાતી વાવાઝોડું સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે ટકરાશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ થશે રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું કે ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા,જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ, કલેક્ટર તેમજ વહીવટ તંત્ર સાથે વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સથી બચાવ-રાહત કામગીરી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.