PM નરેન્દ્ર મોદી ૨ થી ૪ નવેમ્બર સુધી થાઇલેન્ડ પ્રવાસે જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઇલેન્ડના વડાપ્રધાનના આમંત્રણ પર બેંગકોકની મુલાકાત લેશે. તેમનો પ્રવાસ 2 થી 4 નવેમ્બર સુધી રહેશે. આ મુલાકાત દરમિયાન, PM મોદી 16મી આસિયાન-ભારત સમિટ, 14 મી પૂર્વ એશિયા સમિટ, ત્રીજી RCEP સમિટ અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે. આ માહિતી વિદેશ મંત્રાલયના સચિવ વિજય ઠાકુરસિંહે આપી છે અને કહ્યું છે કે, બેંગકોકમાં રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિકલ પાર્ટનરશીપ(RCEP) ના પ્રશ્નોના સમાધાન માટે વાટાઘાટો ચાલી રહી છે. નેતાઓ સામેલ થયા બાદ પરિષદમાં વાટાઘાટની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. RCEP બ્લોકમાં આશિઆન જૂથના 10 દેશો છે. બ્રુનેઇ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, સિંગાપોર, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, લાઓસ અને વિયેટનામ અને તેમના છ FTA ભાગીદારો ભાગ લેશે. ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝિલેન્ડ FTA ભાગીદાર છે.

PM મોદી બે દિવસ પહેલા સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. PM મોદીએ પ્રવાસ પર શાહ સલમાન બિન અબ્દુલ અઝીઝ અને યુવરાજ મોહમ્મદ બિન સલમાનને મળ્યા હતા. PM મોદીએ અહીં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ ફોરમને સંબોધન કર્યું હતું. વડા પ્રધાને પોતાના ભાષણમાં તકનીકીના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ટેકનોલોજીના વિકાસ માટે ભારતે શાળા સ્તરે સ્ટાર્ટઅપ, સંશોધન અને વિકાસ અને નવીનતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.