PMના સંસદીય ક્ષેત્રના વણકરો ઘરેણાં અને ઘર ગિરવી મુકીને ગુજરાન ચલાવવા મજબૂરઃ પ્રિયંકા

હવાઈ પ્રચાર નહીં પણ આર્થિક મદદના ઠોસ પેકેજ જ લોકોને ભીડમાંથી બહાર કાઢી શકશે

 

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી હંમેશા ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર પર નિશાન તાકવાની રાહમાં હોય છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ વખતે ફરી એક વખત ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકાએ લગાવેલા આરોપ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના વણકરો ઘરેણા અને ઘર ગિરવે મુકીને ગુજરાન ચલાવવા મજબૂર છે.

પ્રિયંકા ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ વડાપ્રધાન સાહેબને બોલાવીને એક આયોજન કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોમાં લાખો રોજગાર મળી રહ્યા છે તેમ જણાવ્યું. પરંતુ હકીકત જુઓ. વડાપ્રધાનના સંસદીય ક્ષેત્રના વણકરો જે વારાણસીની શાન છે તે આજે ઘરેણા અને ઘર ગિરવે મુકીને ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે.

પ્રિયંકા ગાંધીએ લખ્યું હતું કે, લોકડાઉન દરમિયાન વણકરોનું સંપૂર્ણ કામ ઠપ્પ થઈ ગયું. નાના વેપારીઓ અને કારીગરોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હવાઈ પ્રચાર નહીં પણ આર્થિક મદદના ઠોસ પેકેજ જ તેમને ભીડમાંથી બહાર કાઢી શકે તેમ છે.

રોજગાર અભિયાન

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ યુપી સરકારના ‘આત્મનિર્ભર યુપી રોજગાર અભિયાન’ની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ હતા. પ્રદેશ સરકારે કરેલા દાવા પ્રમાણે આ યોજના અંતર્ગત આશરે સવા કરોડ મજૂરોને રોજગાર મળશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કાર્યક્રમમાં જણાવ્યું કે, કોરોના સંકટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને એક મંત્ર આપ્યો. જે યોજનાઓને કામદારો અને શ્રમિકો માટે આગળ વધારવાનું માર્ગદર્શન મળ્યું હતું તેમ હવે રોજગારને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.